બિઝનેશ
સેમસંગ ગેલેક્સી એસ 21+ ભારત માં બી.આઈ.એસ સર્ટિફાઈડ સાઈડ પર થયો લોન્ચ ,2 સિમ સાથે ભારત માં આવશે

રૂટમાયગેલેક્સીના રિપોર્ટ અનુસાર, બીઆઇએસ સર્ટિફિકેશન સાઇટ આગામી સેમસંગ ગેલેક્સી એસ21 + મોડલ નંબર SMG996B/DS સાથે લિસ્ટેડ છે. લિસ્ટિંગ અનુસાર, હેન્ડસેટ ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવશે. વળી, લિસ્ટિંગથી વધુ માહિતી નથી.
સેમસંગ ગેલેક્સી S21+ અપેક્ષિત સ્પેસિફિકેશન્સ
લીક થયેલા અહેવાલો અનુસાર, કંપની 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની ફુલ એચડી પ્લસ એલટીપીએસ ડિસ્પ્લે આપશે. આ ઉપરાંત ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. તેમાં 12MP પ્રાઇમરી સેન્સર, 12MP અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 64MP ટેલિફોટો શૂટર હશે. જોકે, આ ફોનના ફ્રન્ટ કેમેરાની જાણ કરવામાં આવી નથી.
અન્ય ફીચર્સની વાત કરીએ તો યુઝર્સને સેમસંગ ગેલેક્સી S21 +માં 4,800mAhની બેટરી મળશે. આ ઉપરાંત કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, વાઇ-ફાઇ અને બ્લૂટૂથ વર્ઝન 5.1 જેવા ફીચર્સ આપવામાં આવશે.
સેમસંગ ગેલેક્સી S21+ ની સંભવિત કિંમત અને લોન્ચ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેમસંગ ગેલેક્સી S21+ સ્માર્ટફોન આવતા વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થશે અને તેની કિંમત પ્રીમિયમ રેન્જમાં હશે. જોકે, ગેલેક્સી એસ21 પ્લસના લોન્ચિંગ, કિંમત અને ફીચર અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
સેમસંગ ગેલેક્સી એસ20ની સ્પેશિયલ એડિશનમાંથી પડદો ઉઠાવવામાં આવ્યો
જણાવી દઈએ કે સેમસંગે સપ્ટેમ્બરમાં વૈશ્વિક સ્તરે સેમસંગ ગેલેક્સી એસ 20નું સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યું હતું. ભારતમાં આ સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 49,999 રૂપિયા છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી એસ 20 એફઇ એન્ડ્રોઇડ 10 ઓએસ પર કામ કરે છે અને તેને ઓક્ટા-કોર Exynos 990 પ્રોસેસર પર ઓફર કરવામાં આવી છે. તેમાં 6.5 ઇંચની ફુલ એચડી+ સુપર AMOLED ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે છે.
ફોનને પાવર બેકઅપ માટે 4,500mAhની બેટરી આપવામાં આવી છે. તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં 12MPનો મુખ્ય કેમેરો, 12MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 8MP ટેલિફોટો શૂટર છે. જ્યારે વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરો છે. સેમસંગ ગેલેક્સી એસ20 એફઈમાં આપવામાં આવેલી સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.