Tuesday, 22 Sep, 10.59 am સત્ય ડે

હોમ પેજ
સુરત: લોકોએ ધડાધડ PFના પૈસા ઉપાડી લીધા, 48.35 કરોડ ચૂકવાયા

લોકો સંકટ સમયે તેમની બચત મૂડી (PF fund) ઉપાડી રહ્યા છે. સુરત રેન્જમાંથી કુલ 25,200 લોકોએ દાવા (People made claims) કર્યા છે. જેમાંથ 48.35 કરોડ રૂપિયા તો તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવ્યાં છે. PF ધારકો પણ કોરોના સંકટ સમયે ઈપીએફઓ (EPFO)માં તેમની બચત મૂડી ઉઠાવી રહ્યા છે. સુરત રેન્જ સુરત, તાપી, નવસારી અને વલસાડ માંથી કચેરીનએ કોવિડ-19 ના 25,200 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી છે. તમામ ઓનલાઇન (Online) પ્રક્રિયાના કારણે ઝડપી પતાવટ થતા PF ધારકોને રાહત મળી છે.માત્ર છ મહિનામાં પ્રોવિડન્ડ ફંડમાંથી કોવિડ ક્લેમ કરી પીએફ ધારકોએ 48.35 કરોડ રૂપિયા ઉપાડ્યા છે.

કોરોના સંકટ વચ્ચે બેકાર બનેલા અને ઘણો સમય ઉદ્યોગ ધંધા બંધ રહેતા શ્રમિકોની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે ત્યારે વૃદ્ધાવસ્થામાં સહારો બનનાર EPFOમાંથી લોકો હાલ સંકટના સમયને દૂર કરવા રૂપિયા ઉપાડી રહ્યાં છે. સુરત રેન્જમાંથી કુલ 25,200 લોકોએ દાવા કર્યા છે. જેમાંથ 48.35 કરોડ રૂપિયા તો તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવ્યાં છે. પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિભાગ દ્વારા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે, જે દાવાની પતાવટની પ્રક્રિયાને ઝડપી બની રહી છે. લોકડાઉનના લીધે ઘણા નોકરીયાત લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં સરકારે લોકોને થઇ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ લાખો લોકોએ પીએફ ઉપાડવા માટે ઇપીએફઓ પાસે ઓનલાઇન અને એપ પર અરજી કરવામાં આવી હતી.

" alt="" aria-hidden="true" />

પીએફઓના વિભાગમાં કર્મચારીઓની મોટી અછત છે, તેમ છતાં દાવાની પતાવટની કામગીરીમાં લેવાયેલો સરેરાશ સમય 10 દિવસથી ઘટાડીને 3 દિવસ કરી દીધો છે. અધિકારીઓનું કહેવું છે કે તેમણે લોકડાઉન દરમિયાન અમે 50 ટકા કર્મચારીઓ સાથે સતત કામ કર્યું, પરંતુ દાવાની પતાવટમાં મોડું થવા દીધું નથી. માત્ર 72 જ કલાકમાં લોકોને ક્લેમ ની રકમ મળી જાય છે. કોવિડ 19 સિવાય અન્ય કારણોસર કરવામાં આવેલા 87,600દાવાઓનો નિકાલ કરવામાં આવ્યા છે.જેના થકી આ પીએફ ધારકોને 310 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિભાગે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે, જે દાવાની પતાવટની પ્રક્રિયાને ઝડપી બની રહી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Satya Day
Top