Thursday, 26 Nov, 8.23 am સત્ય ડે

હોમ પેજ
Trailer: બદલો લેવા આવી રહી છે દુર્ગામતી, જોઈને ધબકારા વધી જશે

મુંબઈ : બોલીવુડ અભિનેતા અરશદ વારસી અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ દુર્ગાવતીનું ટ્રેલર બુધવારે રિલીઝ થયું છે. તે એમેઝોન પ્રાઇમ વિડીયો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર રજૂ કરવામાં આવ્યું છે. આ 3 મિનિટ અને 20 સેકન્ડનું ટ્રેલર એકદમ રોમાંચક છે. જોકે વાર્તા સંપૂર્ણ સ્પષ્ટ નથી.

ફિલ્મમાં ભૂમિ પેડનેકરે આઈએએસ અધિકારીની ભૂમિકા ભજવી છે. જી.અશોકા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તમિલ-તેલુગુ ભાષાની ફિલ્મ ભાગમતીની હિન્દી રિમેક છે. અસલ ફિલ્મનું નિર્દેશન પણ જી અશોક દ્વારા કરાયું હતું, જોકે અનુષ્કા શેટ્ટીએ તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

11 ડિસેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો ઇન્ડિયા પર રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મના ટ્રેલરમાં ઘણી ભયાનક ક્ષણો છે. વાર્તા એવા કેટલાક રાજકારણીઓની છે જે સારા રાજકારણી (ઈશ્વર પ્રસાદ) ને ફસાવવા માટે કાવતરું ઘડી રહ્યા છે. તેઓ આ રમતમાં ચંચલ ચૌહાણ (ભૂમિ પેડનેકર) ને પણ સામેલ કરે છે અને કોઈને પણ શંકા ન જાય તે માટે તેની પૂછપરછ માટે તેને કોઈ જૂના નિર્જન સ્થળે લઈ જાય છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Satya Day
Top