Monday, 03 Aug, 8.05 pm સત્ય ડે

હોમ પેજ
WHAT: વૈજ્ઞાનિકોની ભૂલથી પેદા થઈ ગઈ વર્ણસંકર માછલી !

કોઈપણ નવી વસ્તુની શોધ અથવા આવિષ્કાર કરવામાં ખૂબ જ લગન અને મેહનત લાગે છે. તો દુનિયામાં ઘણા એવા આવિષ્કાર છે જે સંયોગ અને દુર્ઘટનાથી થયા છે. હાલમા જ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ એક પ્રોયગમાં અનપેક્ષિત પરિણામ સામે આવ્યુ છે. વૈજ્ઞાનિકોએ માછલીની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે. આ વચ્ચેની કલ્પના ખુદ વૈજ્ઞાનિકોએ પણ કહી નથી. વૈજ્ઞાનિકો દ્વારા અજાણતામાં એક એવી ભૂલ થઈ ગઈ છે, જેથી અમેરિકાની પેડલફિશ અને રૂસની સ્ટર્જોન પ્રજાતિની માછલીઓનું શંકર પ્રજનન થઈ ગયું છે. આ બંને માછલીઓના પ્રજનનથી વૈજ્ઞઆનિકોએ સ્ટર્ડલફીશ નામની એક નવી પ્રજાતિ મળી ગઈ છે, જેની તેમને આશા પણ કરી ન હતી. સીનેટની એક રીપોર્ટ પ્રમાણે બે માછલીઓનું પ્રજનન એક દુર્ઘટના માત્ર હતી. આ બંને માછલીઓને જીવાશ્મ માછલીઓ કહેવામાં આવે છે. પેડલફીશ અને સ્ટર્જોન ફિશ, બંને માછલીઓની પ્રજાતિઓ ખૂબ જ જૂની છે અને તેનો વિકાસ પણ ઘણો ધીમો છે.

યૂનિયન ઓફ કંજર્વેશન ઓફ નેચર પ્રમાણે, આ બંને પ્રજાતિઓની માછલીઓ વિલુપ્તીની કગાર પર છે. વૈજ્ઞાનિકોએ જિનોજેનેસિસ નામની એક અલૈંગિક પ્રજનન પદ્ધતિનો પ્રયોગ આ બંને માછલીઓ પર અલગ-અલગ કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં DNA વગરના યોગદાનના જ શુક્રાણુઓની ઉપસ્થિતિની જરૂરીયાત હોય છે. સંશોધનકર્તાઓએ ભૂલથી પેડલફિળશના શુક્રાણુઓને સ્ટર્જોનના ઈંડાઓમાં ગર્ભાધાન કરાવી દીધુ. તેમને એ વાતની બિલકુલ પણ જાણ ન થઈ અને એક નવી પ્રજાતિ વિકસિત થઈ ગઈ. સંશોધનકારો દ્વારા કરવામાં આવેલી ભૂલનું પરિણામ એ હતું કે, ઇંડાએ એક નવી વર્ણસંકર માછલી ઉત્પન્ન થઈ ગઈ. હંગેરીમાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચરના વૈજ્ઞાનિક એટિલા મોઝાર અને તેના સાથીઓ દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન વૈજ્ઞાનિક જર્નલ જીન્સમાં પણ પ્રકાશિત થયું છે. અમેરિકન પેડલફિશ અને રશિયન સ્ટર્જન એ આ પ્રકારનું પહેલું સંકર છે. આ પ્રજાતિમાંથી જે નવી પ્રજાતિઓ રચાઇ છે તે એસિપેન્સરાડે અને પોલિઓઝેન્ટિડે પરિવારના સભ્ય છે. જોકે, આ નવી પ્રજાતિઓ કે જે મનુષ્ય દ્વારા સંકર લેવામાં આવી છે તે ફરીથી પ્રજનન કરી શકશે નહીં.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Satya Day
Top