Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 7 દિવસ આખા ગુજરાતમાં તૂટી પડશે આભ, જાણો ક્યાં પડશે સૌથી વધુ વરસાદ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 7 દિવસ આખા ગુજરાતમાં તૂટી પડશે આભ, જાણો ક્યાં પડશે સૌથી વધુ વરસાદ

SAURASHTRA TIMES 1 month ago

વામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં હાલમાં અટકી ગયેલું ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં ફરી ગતિ પકડશે. ચક્રવાતી પરિભ્રમણ અને સિસ્ટમમાં ટ્રફ કન્ડિશનના કારણે, આગામી 7 દિવસ રાજ્યમાં હળવો થી ભારે વરસાદ પડશે. ખાસ કરીને 2 અને 3 જુલાઈના રોજ, સમગ્ર ગુજરાતમાં ભયંકર વાદળ ફાટવાની શક્યતા છે. દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતાને કારણે 1 જુલાઈના રોજ માછીમારોને દરિયામાં ન જવાની કડક ચેતવણી પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હતો (South Gujarat Rain Alert) અને ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ હતી. પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય લોકોએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આગામી દિવસોમાં વરસાદ ફરી એકવાર જોરદાર બેટિંગ કરવા માટે તૈયાર છે.

આજની વાત કરીએ તો, રાજ્યના કુલ 24 જિલ્લાઓ અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છની સાથે, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘરાજા હાજર રહેવાની સંભાવના છે.

આવતીકાલના હવામાન પર નજર કરીએ તો, સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની સંભાવના છે. દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં, ખાસ કરીને 2 અને 3 જુલાઈના રોજ, ભારે વરસાદની સંભાવના છે. આ દિવસો દરમિયાન, દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવન અને ભારે વરસાદના ભયને ધ્યાનમાં રાખીને, અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને માછીમારોને પોતાની સલામતી માટે દરિયામાં ન જવાની અપીલ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: SAURASHTRA TIMES