Monday, 13 Jul, 2.57 pm SAURASHTRA TIMES

હોમ
રાજકોટમાં કોરોના બેકાબુ , બપોર સુધીમાં 18 કેસ, ટ્રાન્સમિશન વધતા જોખમ

રાજકોટ : રાજકોટ શહેરનામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન શહેરમાં કોરોના ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યો હોવાનું જાણકારોનું માનવું છે. તેવામાં ગઈકાલે સાંજે જાહેર થયેલા આંકડાઓ બાદ આજે બપોરે 12.00 વાગ્યા સુધીમાં શહેરમાં વધુ 18 કેસ નોંધાયા છે. શહેરમાં સતત કેસ વધતા હોવાના કારણે અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટમાં ચિંતા વધી રહી છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 13 પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આજના 13 કોરોના દર્દીઓના મોત સાથે ગુજરાતમાં કુલ 2047 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 513 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 29,198 દર્દીઓ સાજા થયા છે.

રાજકોટ શહેરથી કોરોના વાયરસની શરૂઆત થઈ હતી. રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો ત્યારે સૌને આશંકા હતી કે કોરોના રાજકોટને ધમરોળશે. જોકે તંત્રની અસરકારક કામગીરીના કારણે રાજકોટમાં કોરોના પ્રમાણમાં ઘમો કાબૂમાં રહ્યો હતો. હાલમાં શહેરમાં કોરોનાના 204 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં અત્યારસુધીમાં 414 કેસ નોંધાયા છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોધાયેલા કોરોના કેસોની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે સુરતમાં 251 અને અમદાવાદમાં 172 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં 75, ભાવનગર, રાજકોટમાં 46-46, જૂનાગઢમાં 42, ગાંધીનગરમાં 29, મહેસાણામાં 23, સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 19 કેસ નોંધાયા છે. દરમિયાન ગુજરાતમાં સતત ચોથા દિવસે 800થી વધારે કોરોના પોઝિટિવ (corona positive) કેસ નોંધાયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં 879 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતના કોરોનાના કુલ કેસ 41906એ પહોંચ્યો છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SAURASHTRA TIMES
Top