Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઈન્ટર્નશિપમાં લાખોનો વરસાદ! HFT કંપનીઓ ભારતીય વિદ્યાર્થીઓને આપી રહી છે ₹60 લાખ સુધીનું સ્ટાઈપેન્ડ

ઈન્ટર્નશિપમાં લાખોનો વરસાદ! HFT કંપનીઓ ભારતીય વિદ્યાર્થીઓને આપી રહી છે ₹60 લાખ સુધીનું સ્ટાઈપેન્ડ

IIT ના વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન તક: આ કંપનીઓ માત્ર ઈન્ટર્નશિપ માટે ચૂકવી રહી છે કરોડોનો પગાર

કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્ર સંબંધિત કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરતા હોય છે. આનો મુખ્ય હેતુ જે-તે ઉદ્યોગનું વ્યવહારુ જ્ઞાન મેળવીને પોતાની કારકિર્દીને મજબૂત કરવાનો હોય છે. મોટાભાગની કંપનીઓ ઈન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર પોકેટ મની કે મુસાફરી ખર્ચ પેટે નજીવો સ્ટાઈપેન્ડ (Stipend) આપે છે, અથવા તો કેટલીક જગ્યાએ વિના મૂલ્યે જ કામ કરાવવામાં આવે છે.

પરંતુ, ભારતમાં કેટલીક એવી હાઈ-ફ્રીક્વન્સી ટ્રેડિંગ (HFT) કંપનીઓ પણ છે જે વિદ્યાર્થીઓને હજારોમાં નહીં, પરંતુ દર મહિને લાખો રૂપિયાનું જંગી સ્ટાઈપેન્ડ આપી રહી છે.

કોને મળી રહ્યો છે લાખો રૂપિયા કમાવાનો મોકો?

ઈન્ટર્નશિપ દરમિયાન ₹30 લાખથી ₹60 લાખ સુધીની રકમ મળવી એ કોઈ નાની વાત નથી. આ સમાચાર સાંભળીને એવું લાગી શકે કે એન્જિનિયરિંગ કરતા તમામ વિદ્યાર્થીઓને આટલું ઊંચું પેકેજ મળી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. આ કંપનીઓ દરેક વિદ્યાર્થીને આટલી રકમ આપતી નથી, પરંતુ માત્ર એવા જ પસંદગીના ઉમેદવારોને તક આપે છે જેઓ પાસે ખાસ અને અદ્યતન ટેકનિકલ કૌશલ્ય (Extra Skills) હોય.

લાખોનું સ્ટાઈપેન્ડ મેળવવા માટે જરૂરી કૌશલ્યો

HFT કંપનીઓમાં ઈન્ટર્ન તરીકે પસંદગી પામવા માટે માત્ર સારી ડિગ્રી પૂરતી નથી, પરંતુ ઉમેદવારમાં નીચે મુજબના વિશિષ્ટ ગુણો હોવા આવશ્યક છે:

  • અદ્યતન ગણિત પર પકડ: એડવાન્સ્ડ મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ અને પ્રોબેબિલિટી પર ખૂબ જ મજબૂત પકડ હોવી જરૂરી છે.

  • કોડિંગ અને પ્રોગ્રામિંગ: કોડિંગ, અલ્ગોરિધમ અને પ્રોગ્રામિંગ ભાષાઓની ઊંડી સમજ હોવી જોઈએ.

  • ડેટા એનાલિટિક્સ: જટિલ ડેટા સાયન્સ અને ફાયનાન્સિયલ મોડલિંગના મુશ્કેલ પ્રશ્નોને ક્ષણોમાં ઉકેલવાની ક્ષમતા હોવી જોઈએ.

કઈ કંપનીઓ આપી રહી છે આટલું મોટું પેકેજ?

રિપોર્ટસ અનુસાર, કેટલીક અગ્રણી HFT કંપનીઓ પોતાના ઈન્ટર્ન્સને મહિને અને આખા સેશનના ધોરણે લાખો રૂપિયા ચૂકવી રહી છે:

  • Quadeye: ગુરુગ્રામ સ્થિત આ HFT કંપની પોતાના કેટલાક ખાસ ઈન્ટર્ન્સને દર મહિને આશરે ₹30 લાખ સુધીનું સ્ટાઈપેન્ડ આપી રહી છે.

  • IMC Trading અને Optiver: આ ગ્લોબલ કંપનીઓ ઈન્ટર્નશિપ સમયગાળા દરમિયાન લગભગ ₹50 થી ₹60 લાખ સુધીની ચુકવણી કરે છે.

  • Graviton Research Capital: આ ફર્મ બે મહિનાની ઈન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓને ₹50 લાખ સુધીનું જંગી સ્ટાઈપેન્ડ ઓફર કરી રહી છે.

કંપનીઓ કયા વિદ્યાર્થીઓને આપે છે પ્રાધાન્ય?

આ કંપનીઓ મુખ્યત્વે દેશની ટોચની ટેકનિકલ સંસ્થાઓ જેમ કે IITs (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) અને અન્ય પ્રતિષ્ઠિત કોલેજોના વિદ્યાર્થીઓ પર જ પસંદગીનો કળશ ઢોળે છે. કમ્પ્યુટર સાયન્સ, મેથેમેટિક્સ અને ડેટા સાયન્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા અને અત્યંત મુશ્કેલ અલ્ગોરિધમ્સ સહેલાઈથી સોલ્વ કરી શકતા વિદ્યાર્થીઓ આ કંપનીઓની પહેલી પસંદ બને છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Shu Khabar