Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો આંચકો: Uber એ ૩,૩૦૦ કર્મચારીઓની કરી છટણી, ગ્લોબલ સ્ટાફમાં ૧૦% નો કાપ

ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો આંચકો: Uber એ ૩,૩૦૦ કર્મચારીઓની કરી છટણી, ગ્લોબલ સ્ટાફમાં ૧૦% નો કાપ

બેરમાંથી ૩,૩૦૦ કર્મચારીઓની હાકલપટ્ટી: રોબોટેક્સી અને નવી ટેકનોલોજી પર ભાર મૂકવા કંપનીએ લીધો મોટો નિર્ણય

આજના સમયમાં વૈશ્વિક ટેકનોલોજી અને સર્વિસ ક્ષેત્રની કંપનીઓમાં છટણીની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. થોડા દિવસો અગાઉ જે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો (Zomato) એ પોતાના કસ્ટમર સર્વિસ વિભાગમાંથી અનેક કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો.

હવે વિશ્વની સૌથી મોટી કેબ સર્વિસ આપતી કંપની ઉબેર (Uber) એ પણ પોતાના સ્ટાફમાં મોટો કાપ મૂક્યો છે. કંપનીએ પોતાના વૈશ્વિક વર્કફોર્સમાંથી આશરે ૩,૩૦૦ કર્મચારીઓની હાકલપટ્ટી કરી દીધી છે, જે તેની કુલ ગ્લોબલ વર્કફોર્સના આશરે ૧૦ ટકા જેટલો હિસ્સો થાય છે. કંપનીએ આ કઠોર નિર્ણય પોતાના ઓર્ગેનાઈઝેશન માળખાને સરળ બનાવવા, મેનેજમેન્ટ વ્યવસ્થા સુધારવા અને ઓપરેશનલ ખર્ચ ઘટાડવાના હેતુથી લીધો છે.

CEO દારા ખોસરોશાહીએ ઈમેલ દ્વારા આપી માહિતી

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ઉબેરના સીઈઓ (CEO) દારા ખોસરોશાહીએ તમામ કર્મચારીઓને એક સત્તાવાર ઈમેલ મોકલીને આ મોટા ફેરફાર અને છટણી વિશે જાણકારી આપી હતી.

તેમણે ઈમેલમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કંપનીના સંસ્થાકીય માળખાને વધુ ઝડપી, કાર્યક્ષમ અને સરળ બનાવવા માટે આ પુનર્ગઠન (Restructuring) અત્યંત જરૂરી હતું. આ છટણી અને ફેરબદલથી બચેલા નાણાંનો ઉપયોગ કંપનીના ભાવિ વ્યવસાયને વિસ્તારવા અને નવી ટેકનોલોજી વિકસાવવા માટે કરવામાં આવશે.

મેનેજર્સની સંખ્યામાં ૨૦% નો ઘટાડો કરાશે

આ નવા રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ ઉબેરમાં મેનેજરોની કુલ સંખ્યામાં આશરે ૨૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે:

  • જવાબદારીઓમાં ફેરફાર: કંપનીએ ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી કે કેટલા મેનેજરોની નોકરી જશે, પરંતુ કેટલાક મેનેજરોને લીડરશિપ રોલમાંથી હટાવીને સીધા 'ઈન્ડિવિઝ્યુઅલ કન્ટ્રીબ્યુટર' એટલે કે સામાન્ય કર્મચારીની ભૂમિકા સોંપવામાં આવશે.

  • તમામ સ્તરે અસર: આ છટણી માત્ર મેનેજમેન્ટ લેવલ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ કંપનીના અન્ય વિભાગોના કર્મચારીઓ પર પણ તેની સીધી અસર પડશે. આથી તેને ઉબેરનો અત્યાર સુધીનો સૌથી મોટો આંતરિક બદલાવ માનવામાં આવી રહ્યો છે.

શા માટે લેવાયો આ સખત નિર્ણય?

CEO ખોસરોશાહીના જણાવ્યા મુજબ, પાછલા પાંચ વર્ષોમાં ઉબેરના ગ્લોબલ બિઝનેસમાં બહુ મોટો ગ્રોથ થયો છે. પરંતુ તેની સાથે સાથે કામ કરવાની પદ્ધતિ પણ જટિલ બની ગઈ હતી.

કંપનીમાં મેનેજમેન્ટની અનેક લેયર્સ (સ્તરો) અને ટીમ-ટુ-ટીમ કોઓર્ડિનેશનના કારણે કોઈપણ મોટો નિર્ણય લેવામાં ખૂબ સમય લાગતો હતો. આથી કંપની હવે એવા પદોને દૂર કરી રહી છે જેનું મુખ્ય કામ માત્ર અલગ-અલગ ટીમો વચ્ચે તાલમેલ સાધવાનું હતું. આ ઉપરાંત બાકી રહેલા મેનેજરોની જવાબદારીઓ વધારવામાં આવશે જેથી નિર્ણયો ઝડપથી લઈ શકાય.

રોબોટેક્સી અને નવી ટેકનોલોજીમાં $૧૦ અબજનું રોકાણ

ઉબેરનું કહેવું છે કે આ છટણીથી જે ખર્ચ બચશે તે રકમનો ઉપયોગ ઓટોનોમસ વ્હીકલ એટલે કે ડ્રાઈવર વગર ચાલતી 'રોબોટેક્સી' (Robotaxi) અને આધુનિક ટેકનોલોજી પાછળ કરવામાં આવશે.

કંપની ડ્રાઈવર પાર્ટનર્સ, ડિલિવરી પાર્ટનર્સ અને વેપારીઓ માટે પોતાની સેવાઓ વધુ બહેતર બનાવવા પર રોકાણ વધારશે. ઉબેર આગામી વર્ષોમાં રોબોટેક્સી પાર્ટનરશિપ પર ૧૦ અબજ ડોલરથી પણ વધુ રકમ ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેથી ભવિષ્યમાં ડ્રાઈવર પરની નિર્ભરતા ઓછી કરી શકાય.

એકસરખું કામ કરતી ટીમોનું કરાશે મર્જર

કંપનીમાં એકસરખું કામ કરતી અલગ-અલગ ટીમોને હવે એકસાથે મર્જ (ભેગી) કરવામાં આવશે:

  • ડિલિવરી ઓપરેશન્સ: રેસ્ટોરન્ટ, રિટેલ અને ડાયરેક્ટ ડિલિવરી સાથે જોડાયેલી ત્રણ અલગ-અલગ ડિલિવરી ટીમોને ભેગી કરીને એક જ મોટો વિભાગ બનાવવામાં આવશે.

  • એન્જિનિયરિંગ એન્ડ સાયન્સ: કોર સર્વિસ એન્જિનિયરિંગ અને ડેટા સાયન્સ ટીમોનું પણ મર્જર કરવામાં આવશે જેથી ડુપ્લિકેશન અટકી શકે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Shu Khabar