Saturday, 21 Mar, 7.39 am Sports Diary

હોમ
Corona Effect : અમદાવાદમાં ડિસ્ટ્રીક્ટ ફુટબોલ લીગની અંતિમ 5 મેચ સ્થગીત

Ahmedabad (SportsDiary.in) : કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં સ્પોર્ટ્સ (Ahmedabad Football) ટુર્નામેન્ટ સ્થગીત થઇ રહી છે. ત્યારે તેની અસર સ્થાનીક ટુર્નામેન્ટમાં પણ પડી રહી છે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ (Ahmedabad Football) ફુટબોલ એસોસીએશન દ્વારા આયોજીત અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફુટબોલ લીગ (ADFL) તેના અંતિમ તબક્કા પર ચાલી રહી હતી. આ લીગના અંતિમ તબક્કામાં માત્ર 5 મેચ જ બાકી હતી. જેમાં 2 સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાવાની હતી. પણ ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન અને સરકારના આદેશના પગલે તમામ મેચો હાલ પુરતી સ્થગીત કરી દેવામાં આવી છે.

ખેલાડીઓની સુરક્ષા અમારા માટે મહત્વની છે : અરૂણસિંહ રાજપુત
અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફુટબોલ એસોસીએશનના જનરલ સેક્રેટરી અરૂણસિંહ રાજપુતે આ અંગે જણાવ્યું હતું કે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફુટબોલ લીગ હાલ કોરોના વાયરસની અસરના કારણે સ્થગીત કરી દેવામાં આવી છે. સરકારના નવા આદેશ બાદ જ આ ટુર્નામેન્ટ ફરી શરૂ કરવામાં આવશે. ખેલાડીઓની સુરક્ષા અમારા માટે મહત્વની છે.

આ પણ વાંચો : રાજકોટની હેમાલી દેશાઇ પહેલી અને એકમાત્ર મહિલા ડકવર્થ લુઇસ મેનેજર

અમદાવાદ પ્રીમિયર લીગનું પણ આયોજન થઇ રહ્યું છે
મહત્વનું છે કે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફુટબોલ એસોસીએશન ટુંક સમયમાં 'અમદાવાદ પ્રીમિયર લીગ (APL)' શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. પણ કોરોના વાયરસના કહેરના કારણે હવે આ ફૂટબોલ લીગ 15 એપ્રિલ બાદ નિર્ણય લેવામાં આવશે. જો કોરોના વાયરસની અસર વધશે તો આ લીગ અને અન્ય ટુર્નામેન્ટ પણ હજુ વધારે સમય માટે સ્થગીત કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે અમદાવાદ પ્રીમિયર લીગ (APL) માં કુલ 125 ખેલાડીઓને સ્થાન મળશે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફુટબોલ એસોસીએશનના જણાવ્યા પ્રમાણે આ ટુર્નામેન્ટ માટે અત્યાર સુધી કુલ 185 થી વધુ ખેલાડીઓના રજીસ્ટ્રેશન આવી ચુક્યા છે. જેને આવનારા સમયમાં ફાઇનલ કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sports Diary
Top