Monday, 09 Mar, 12.15 pm Sports Diary

હોમ
જુનાગઢવાસીઓ આનંદો : સ્વીમીંગ પુલના નવીનીકરણ માટે 2.62 કરોડની ફાળવણી

Junagadh (SportsDiary.in) : રાજ્યમાં ઉનાળો નજીક આવી રહ્યો છે ત્યારે જુનાગઢવાસીઓ (Junagadh Sports) માટે સારા સમાચાર આવ્યા છે. શહેરમાં આવેલ મનપાનું સ્વિમીંગ પુલના નવીનીકરણ માટે 2.62 કરોડની ફાળવણી થઇ ગઇ છે. જેને પગલે હવે જુનાગઢવાસીઓને (Junagadh Sports) અતિ આધૂનિક વ્યવસ્થા સાથેનો સ્વીમીંગ પુલ મળશે.

શહેરીજનોને અતિ આધુનિક સ્વીમીંગ પુલ મળશે
અત્યારના સ્વીમીંગ પુલનું નિર્માણ નગરપાલીકાના સમયે થયું હતું. 9 ઓકટોબર 1993માં તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બાદ 2008માં મુકિતદિને તત્કાલીન મેયર જયોતિબેન વાછાણી, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની ઉપસ્થિતિમાં પુલનું નામાકરણ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્નાનાગૃહ કરવામાં આવેલ હતું. હાલ રીનેવેશન માટે રૂા.2.62 કરોડની રકમ ફાળવવામાં આવતા નવું બિલ્ડીંગ બનાવાશે. એક ગેઈટ છે તેના બદલે 3 ગેઈટ બનાવી એન્ટ્રી પાર્કિંગની સુવિધા વધારાશે. ટાઉન હોલ સાથે કનેકટેડ કરાશે. કવરીંગ સાથે વ્યુઈંગ ગેલેરી બનશે. જીમ, કાફેટેરીયા બનશે ગ્રીન સ્પેસ બનશે. જયાં યોગા વિગેરે કરી શકાશે.

આ પણ વાંચો : Surendranagar : ત્રણ દિવસ પોલીસ એથલેટીક મીટ 2020નું થયું આયોજન

જાણો ધુબાકા મારવા માટે કેટલી ફિ રાખવામાં આવી છે
ફિલ્ટર પ્લાનનું રીનોવેશન કરાશે. સ્વીમીંગ પુલનું તળીયુ હાલ તુટી ગયું છે તેને નવું બનાવાશે, વિકલાંગો માટે રેમ્પ બનશે. નવી કમ્પાઉન્ડ હોલ, ચેન્જીંગ રૂમ લોકર બનશે. હાલ સ્વામીંગ પુલ જર્જરી દિવાલો છે ફીલ્ટર પ્લાન કાર્યરત નથી સાધનો કરાઈ ગયા છે પાણી લીકેજ છે એનનજીન રૂમની હાલત અત્યંત ખરાબ છે. આવારા તત્વોનો ખુબ ત્રાસ છે. હાલ સ્વીમીંગ પુલ બંધ રાખવામાં આવ્યો છે. સ્ટાફ, મહિલા કોચની ઘટ છે. ત્રણ મજુર, એક સીકયુરીટી ગાર્ડ એક સુપરવાઈઝર 1 પુરૂષ કોચ મહિલા કોચની ઘટ છે સ્ટાફ ઘટે છે. પ્રવેશ ફી 10 સભ્ય ફી 20 સહિત 150 કુલ 180 અને 32 મળી કુલ 212ની કરી છે. રિન્યુ માટે કુલ 177 ભરવાના થાય છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sports Diary
Top