Tuesday, 10 Mar, 8.17 pm Sports Diary

હોમ
સહયોગ ચેરિટી ક્રિકેટ ટુર્નામેન્ટ: કટારીયા ઓટોમોબાઇલ્સ ટીમ વિજેતા બની

Ahmedabad (SportsDiary.in) : સંવેદના ટ્રસ્ટ દ્વારા આયોજીત અગ્રણી (Ahmedabad Sports) કોર્પોરેટ હાઉસ વચ્ચે યોજાયેલી સહયોગ વાર્ષિક ચેરિટી ક્રિકેટ ટુર્નામેન્ટનુ શનિવારે સમાપન થયું છે. આ ટુર્નામેન્ટમાં કટારીયા ઓટોમોબાઇલ્સ (Ahmedabad Sports) ટીમને વિજેતા બનવાનુ ગૌરવ હાંસલ થયું છે.

વર્ષ 2004 થી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે
આ ટુર્નામેન્ટ વર્ષ 2004થી દર વર્ષે યોજવામાં આવે છે. તા. 26 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં 18 રોમાંચક મેચ રમવામાં આવી હતી અદાણી ગ્રુપ, વોડાફોન, હેસ્ટર બાયોસાયન્સિસ, કતારીયા મોટર્સ, કર્ણાવતી યુનિવર્સિટી અને ફલરિશ ફૂડ સહિતની ટીમ વચ્ચે ઓસ્ટ્રેલિયન ફોર્મેટમાં 16 ઓવરની મેચ રમવામાં આવી હતી.

Cricket Match

કલબ O-7 ખાતે રમાયેલી આ ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચમાં ટીમ કટારીયા ઓટોમોબાઇલ્સ, અરવિન્દ ગ્રુપ ના ટીમને હરાવીને વિજેતા બની હતી અને ટ્રોફી જીતી લીધી હતી. ખેલદીલીપૂર્ણ અંતિમ સમારંભ સાથે વર્ષભર જેની ખૂબ જ પ્રતિક્ષા કરવામાં આવે છે તેવી આ ચેરિટી ટુર્નામેન્ટનુ સમાપન થયું હતું.

સંવેદના ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી જાનકી વસંતે ટુર્નામેન્ટમાં સામેલ થયેલી દરેક ટીમનો તથા સ્પોન્સરર્સનો આભાર માનતાં જણાવ્યું હતું કે " સંવેદના છેલ્લા બે દાયકામાં શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય તાલિમ, મહિલા સલામતી અને પોષણના ક્ષેત્રે કામગીરી કરીને 3.5 લાખથી વધુ લાભાર્થીઓના જીવનમાં અર્થપૂર્ણ તફાવત સર્જી શકી છે. આમ છતાં, સહયોગ જેવી સંસ્થામાં તમારા સક્રિય સહયોગ વગર આ બધુ શક્ય બન્યુ ના હોત "

આ પણ વાંચો : જુનાગઢવાસીઓ આનંદો : સ્વીમીંગ પુલના નવીનીકરણ માટે 2.62 કરોડની ફાળવણી

સહયોગ ટુર્નામેન્ટ, 2020 મારફતે એકત્ર કરાયેલ ભંડોળથી સંવેદનાના ગ્રામ વિકાસના નવા ધ્યેયને સહયોગ પ્રાપ્ત થયો છે. પાંચ વર્ષના આ આયોજન મારફતે યુનાઈટેડ નેશન્સના પસંદગીના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sports Diary
Top