Saturday, 28 Mar, 10.56 pm Sports Diary

હોમ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને PM અને ગુજરાત CM રીલિફ ફંડમાં 42 લાખ ડોનેટ કર્યા

Rajkot (SportsDiary.in) : કોરોના વાયરસ અત્યારે વિશ્વ આખામાં કહેર મચાવી રહ્યો છે. તો આ કોરોના વાયરસ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં પણ કહેર મચાવ્યો છે. વિશ્વની તમામ સ્પોર્ટ્સ (Saurashtra Cricket) ટુર્નામેન્ટ રદ્દ થઇ રહી છે પછી તે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, ફુટબોલ ટુર્નામેન્ટ હોય કે પછી ટોક્યો ઓલિમ્પિક હોય તમામ સ્પોર્ટ્સની ટુર્નામેન્ટ રદ્દ થઇ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA) એ કોરોના વાઇરસથી લડવા માટે કુલ 42 લાખ રૂપિયાનું દાન કર્યું છે. સૌરાષ્ટ્ર (Saurashtra Cricket) ક્રિકેટ (SCA) બોર્ડે વડાપ્રધાન રિલીફ ફંડ અને ગુજરાત ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 21-21 લાખ રૂપિયા એમ કુલ 42 લાખ ડોનેટ કર્યા છે.

કોરોનાના કહેરથી તમામ સ્થાનિક ટુર્નામેન્ટો થઇ ચુકી છે રદ્દ
મહત્વનું છે કે કોરોના વાયરસના કહેરના કારણે આંતરરાષ્ટ્રીથી લઇને સ્થાનીક ટુર્નામેન્ટ પણ રદ્દ થઇ રહી છે. હાલમાં સૌરાસ્ટ્ર ટીમે ડોમેસ્ટીક ટુર્નામેન્ટ રણજી ટ્રોફીનું પહેલી ટાઇટલ જીત્યું હતું. આ સૌરાષ્ટ્ર ટીમ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે ગૌરવની બાબત છે.

આ પણ વાંચો : Video : કોરોનાના ડર વચ્ચે ભાભી અને ફિયાન્સે સાથે આ ગુજ્જુ ક્રિકેટરો ડાન્સ કરતા જોવા મળ્યા

જાણો BCCI ના પુર્વ સેક્રેટરી નિરંજન શાહે શું કહ્યું.
BCCI અને SCA ના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું કે, 'સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને કોરોનાવાઇરસ રોગચાળાની પડકારજનક પરિસ્થિતિમાં ભારતના નાગરિકોની ચિંતા છે. અમે બધા ભારતીયોને ઘરની અંદર રહેવા, તંદુરસ્ત રહેવા અને સલામત રહેવાની વિનંતી કરીએ છીએ.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sports Diary
Top