Monday, 16 Mar, 5.44 pm Sports Diary

હોમ
સૌરાષ્ટ્રને પહેલીવાર રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનાર જયદેવ ઉનડકટે કરી સગાઇ

Rajkot (SportsDiary.in) : સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમને પહેલીવાર (Jaydev Unadkat) રણજી ટ્રોફીનું ટાઇટલ જીતાડનાર પોરબંદરના ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટે જીવનમાં વધુ એક ખુશી આવી છે. જયદેવે અમદાવાદની એડવોકેટ રિન્ની સાથે સગાઇ કરી લીધી છે. જયદેવ ઉનડકટે (Jaydev Unadkat) રવિવારે સોશિયલ મીડિયા પર ખુદ આ વાતની જાણકારી આપી છે.

જયદેવે ટ્વીટર પર શેર કર્યો ફોટો
ટ્વીટર પર જયદેવે પોતાના પાર્ટનર સાથે એક તસવીર પોસ્ટ કરી છે. તેણે આ સાથે કેપ્શન આપ્યું, 'છ કલાક, બે ભોજન અને બાદમાં એક બાદમાં એક કેક શેર કરી.(6 hours, 2 meals & 1 shared mud cake later)'

જયદેવે પોતાની આગેવાનીમાં સૌરાષ્ટ્રને પહેલીવાર રણજી ટાઇટલ જીતાડ્યું
સૌરાષ્ટ્ર ટીમનો કેપ્ટન જયદેવ ઉનડકટ પોરબંદરનો છે. તેણે હાલમાં રમાયેલી રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા સૌરાષ્ટ્રની ટીમને રણજી ચેમ્પિયન બનાવી હતી. સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગની લીડના આધારે આ ટ્રોફી જીતી હતી.

આ રણજીમાં જયદેવે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 67 વિકેટ ઝડપી
જયદેવ ઉનડકટે આ રણજી સિઝનમાં 13.23ની એવરેજથી 67 વિકેટ ઝડપી હતી. આ કોઈપણ ફાસ્ટ બોલર દ્વારા હાંસિલ કરાયેલી સૌથી વધુ વિકેટ છે. આ તેનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માએ શનિવારે જયદેવના પ્રદર્શનની પ્રશંસા કરી અને કહ્યું કે, તેને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ.

શર્માએ કહ્યું, 'હું સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનની શુભેચ્છા આપું છું. ખાસ કરીને ઉનડકટને શુભેચ્છા આપવા માગુ છું, જેણે આ સિઝનમાં 67 વિકેટ ઝડપી છે.'

શર્માએ કહ્યું, તેને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ. તે આઈપીએલમાં પોતાને સાબિત કરી ચુક્યો છે અને તેણે દેખાડ્યું કે તે લાંબા ફોર્મેટમાં ઉપયોગી બોલર છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sports Diary
Top