Monday, 09 Mar, 11.32 am Sports Diary

હોમ
Surendranagar : ત્રણ દિવસ પોલીસ એથલેટીક મીટ 2020નું થયું આયોજન

Surendranagar (SportsDiary.in) : આજે લોકોમાં રમત ક્ષેત્રે જાગૃતી (Gujarat Sports) આવી રહી છે. માત્ર યુવાનો જ નહીં પણ વડિલોથી લઇને સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મીઓ પણ રમત ક્ષેત્રે આગળ આવી રહ્યા છે અને પોતાની જાતને ફિટ રાખી રહ્યા છે. જેના ભાગ રૂપે (Gujarat Sports) ગુજરાતના સુરેન્દ્રનગરમાં પોલીસ એથલેટીક મીટ-2020 નું આયોજન થયું હતું. આ પોલીસ એથલેટીક મીટને સંદીપ સિંહ નાયબ પોલીસ મહાનિરક્ષક રાજકોટ વિભાગ દ્વારા ખુલ્લું મુક્યું હતું. આ એથલેટીક મીટનું આયોજન 3 થી 5 માર્ચ દરમ્યાન રાખવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પોલીસ હેડક્વાટર્સમાં આ એથલેટીક મીટ યોજાઇ હતી
સુરેન્દ્રનગર સ્થિત જિલ્લા પોલીસ દ્વારા પોલીસ તથા જુદા જુદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા જનતા વચ્ચે રમત-ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તથા સદ્ભાવના કેળવાય તે હેતુથી તા. 3 માર્ચ થી 5 માર્ચ સુધી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડકવાટર્સ સુરેન્દ્રનગર ખાતે પોલીસ એથલેટીક મીટ 2020નું આયોજન કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાની મોટા ભાગની શાળાના વિદ્યાર્થીઓએ આ રમત ગમતમાં ભાગ લીધો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓની સ્કિલ ખુલે અને જિલ્લાના વિદ્યાર્થીઓની કલા વિકસે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રભાઈ બગડીયા દવારા અને ખાસ રાજકોટ મશલ સંદીપ સિંહ દવારા સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : મોટેરા સ્ટેડિયમનું ડિજીટલ માળખું અન્ય સ્ટેડિયમો કરતા શ્રેષ્ઠ : મુકેશ અંબાણી

આ પોલીસ એથલેટીક મીટ 2020માં વિવિધ આઉટડોર અને ઇન્ડોર રમતોની સ્પર્ધા યોજવામાં આવી હતી. શહેરીજનોને ઉપસ્થિત રહેવા સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા દ્વારા અનુરોધ કરાયો હતો. જિલ્લા પોલીસ અને તમામ જિલ્લા ની પોલીસ ટુકડીઓ પણ આ કાર્યક્રમમાં ખડે પગે હાજર રહા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મોટા ભાગના કલેકટર અને અલગ અલગ જિલ્લાના પોલીસ વડાઓ ઉપસ્થિત રહયા હતા અને આ કાર્યકામમાં જોડાયા હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sports Diary
Top