Wednesday, 25 Mar, 7.44 am Sports Diary

હોમ
Video : દેશમાં લોકડાઉનને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પત્નિએ આપ્યું સમર્થન

Jamnagar (SportsDiary.in) : કોરોના વાયરસના કહેરથી વિશ્વભરના (Jamnagar Sports) લોકોની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે આજે 24 માર્ચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે દેશભરમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. આ કોરોના વાયરસના કારણે વિશ્વની તમામ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટો પણ રદ્દ થઇ રહી છે. ટેનિસ, ફુટબોલ, બેડમિન્ટન, ક્રિકેટ અને હવે ઓલિમ્પિક પણ રદ્દ થઇ છે. ત્યારે દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનને ટીમ ઇન્ડિયાના ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પત્ની રિવાબા જાડેજાએ સમર્થન આપ્યું છે અને જનતાને પણ ઘરમાં જ રહેવા માટે અપિલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકડાઉનની જાહેરાત બાદ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રિવાબા જાડેજાએ લોકડાઉનને સમર્થન આપ્યું છે. તેમણે સમર્થન આપતો વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે લોકોને પણ લોકડાઉનનું કડક પણ પાલન કરવા માટેની અપીલ કરી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sports Diary
Top