Monday, 23 Mar, 4.50 pm Sports Diary

હોમ
Video : કોરોનાના ડર વચ્ચે ભાભી અને ફિયાન્સે સાથે આ ગુજ્જુ ક્રિકેટરો ડાન્સ કરતા જોવા મળ્યા

Vadodara (SportsDiary.in) : વિશ્વભરમાં કોરોના વાયરસનો (Vadodara Sports) કહેર વધી રહ્યો છે. જેને પગલે વિશ્વની તમામ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ રદ્દ થઇ ગઇ છે. ત્યારે હાલ એક પણ ટુર્નામેન્ટ ન હોય ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો પોતાના પરીવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ સમય દરમ્યાન ટીમ ઇન્ડિયાના ગુજ્જુ (Vadodara Sports) ક્રિકેટરનો ડાન્સ કરતો વીડિયો સામે આવતા વાયરલ થયો હતો.

ભારતના ગુજ્જ ક્રિકેટર પંડ્યા બ્રધર્સની જોડીનો ડાન્સ વીડિયો થયો વાયરલ
કોરોના વાયરસના કારણે ટુર્નામેન્ટો રદ્દ થવાથી ખેલાડીઓ પરીવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ત્યારે ટીમ ઇન્ડિયાના ગુજ્જુ ઓલરાઈન્ડર પંડ્યા ભાઈઓની જોડી પણ એવા જ ક્રિકેટર્સમાં શામેલ છે. હાલમાં કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં આખો પંડ્યા પરિવાર નાચતા દેખાય છે.

View this post on Instagram

Stay Home Stay Positive 🙏🏻 #theQlife

A post shared by PankhuriSharmaPandya (@pankhuriisharma) on

પંખુડી શર્માએ શેર કર્યો મજેદાર વિડીયો
પંખુડીએ ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે જેમાં કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ નતાથા સ્ટાનકોવિચ દેખાઈ રહી છે. બધા આંખ પર ચશ્માવાળું ઈમોજી લગાવીને ડાંસ કરી રહ્યા છે. પંખુડીએ વિડીયો કેપ્શનમાં લખ્યું છે, સુરક્ષિત રહો. પોઝિટિવ રહો.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ઈજાના કારણે 6 મહિના બાદ ટીમમાં કમબેક કરવાનો હતો. તે સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ટીમમાં સિલેક્ટ થયો હતો. પરંતુ ધર્મશાળામાં પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ. બાદમાં કોરોના વાયરસના કારણે બીસીસીઆઈએ સાઉથ આફ્રિકા સામેની સીરિઝ રદ કરી નાખી.

આ પણ વાંચો : Corona Effect : અમદાવાદમાં ડિસ્ટ્રીક્ટ ફુટબોલ લીગની અંતિમ 5 મેચ સ્થગીત

શનિવારે બીસીસીઆઈએ નિર્ણય લીધો હતો કે ભારતમાં થનારી બધી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવે. કોરોના વાયરસના કારણે આ જ મહિને થનારી મહત્વપૂર્ણ IPLને 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દેવાઈ છે. હવે ટૂર્નામેન્ટ રદ થાય તેવા અણસાર મળી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sports Diary
Top