Tuesday, 11 Feb, 7.28 am Sports Mirror

ક્રિકેટ
આ 3 ભારતીય સુકાનીઓ જેમની Under 19 વિશ્વકપમાં હાર થઈ

Mumbai (SportsMirror.in) : અંડર-19 (Under 19) વિશ્વકપમાં દરેક ખેલાડી ઘણો ખાસ હોય છે. આઇસીસીની આ ટુર્નામેન્ટથી યુવા ખેલાડીને ઘણુ શીખવા મળે છે. તે ઉપરાંત આ જ ખેલાડીઓ માંથી કેટલાક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવાની મોટી તક મળે છે. હમણા હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં આઇસીસી અંડર 19 (Under 19) વિશ્વકપની 13મી સિઝન રમાઇ હતી. જેમાં બાંગ્લાદેશના યુવા ક્રિકેટરોએ ઇતિહાસ રચતા પહેલી વખત આઇસીસીનો ખિતાબ જીત્યો છે.

U19 વર્લ્ડ કપ સૌથી વધુ જીતવાનો રેકોર્ડ ભારતના નામે
આઇસીસી અંડર 19 વિશ્વકપને સૌથી વધારે જીતવાનો રેકોર્ડ ભારતના નામે છે. ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં 4 વખત વિશ્વકપ પોતાના નામે કર્યા છે. ભારતને પહેલી વખત અંડર-19 વિશ્વકપ મોહમ્મદ કાફીની કપ્તાનીમાં જીત્યો હતો, પરંતુ આજે હું તમને એ કેપ્ટનની વાત કરવા જઇ રહી છું. જેમની કપ્તાનીમાં ભારતની હાર થઇ હતી.

1) રવિકાંત શુક્લા (2006)
ભારતીય ટીમના અંડર-19 વિશ્વકપના ફાઇનલમાં પહેલી વખત રવિકાંત શુક્લાની કપ્તાનીમાં હાર થઇ હતી. વર્ષ 2006માં શ્રીલંકામાં વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશ્વકપમાં ફાઇનલ સુધી પહોંચવા વાળી પહેલી ટીમ ભારત અને બીજી ટીમ પાકિસ્તાન હતી. એ સમયે પાકિસ્તાનની ટીમના કેપ્ટન હતા સરફરાજ ખાન. બંને ટીમ વચ્ચે કોલંબોમાં મેર રમાઇ. પાકિસ્તાના ટોસ જીત્યો અને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પાક. ટીમ 109ના રન સાથે ઓલઆઉટ થઇ ગઇ. જ્યારે તેની સામે ભારતીય ટીમ માત્ર 71 રન સાથે ઘરભેગી થઇ ગઇ. આ સાથે પાકિસ્તાને 38 રને જીત મેળવી

2) ઇશાન કિશન (2016)
અંડર-19 વિશ્વકપમાં ફાઇનલ મેચમાં ભારતને બીજા હાર ઇશાન કિશનના નેતૃત્વમાં મળી છે. વર્ષ 2016માં બાંગ્લાદેશમાં વિશ્વકપનું આયોજન થયું અને ફાઇનલમાં ભારત અને વેસ્ટઇંડિઝની વચ્ચે મુકાબલો હતો. ભારતીય ટીમ 145 રન બનાવી શકી. તો બીજી તરફ વેસ્ટઇંડિઝ માત્ર 5 વિકેટના નુકસાન સાથે 146ના લક્ષ્‍યને પાર કરી શકી હતી.

3) પ્રિયમ ગર્ગ (2020)
અંડર-19 વિશ્વકપની 13મી સીરિઝ દક્ષિણ આફ્રિકામાં રમાઇ હતી. જેમાં ભારતીય ટીમનું નેતૃત્વ પ્રિયમ ગર્ગ કરી રહ્યો હતો. ફાઇનલમાં ભારતની સામે બાંગ્લાદેશની ટીમ આવી ગઇ. ભારતે પહેલે બેટિંગ કરતા 177 રન બનાવ્યા. જેની સામે બાંગ્લાદેશે 3 વિકેટ સાથે ભારતને હાર આપી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SPORTS MIRROR
Top