Friday, 17 Jan, 12.32 am Sports Mirror

ક્રિકેટ
BCCIનાં નવા કોન્ટ્રાક્ટમાંથી બહાર થવા છતા પણ ધોની પ્રેક્ટિસ મેચમાં હાજર

Jharkhand (SportsMirror.in) : તાજેતરમાં જ BCCI દ્વારા ભારતીય ટીમનો નવો કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટમાંથી ભારતીય ટીમના પૂર્વ કેપટન એમએસ ધોનીને (MS Dhoni) બહાર કરવામાં આવ્યા છે. જેની સાથે જ ક્રિકેટમાંથી ધોની સંન્યાસ લેશે અટકળો વહેવા લાગી હતી. જોકે આ અટકળોનો અંત ગુરૂવારે સામે આવી ગયો હતો જ્યારે માહીએ (MS Dhoni) નેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. તેમણે પોતાની હોમ ટીમ ઝારખંડ સાથે આ નેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. આગામી સમયમાં યોજાવા જઇ રહેલી આઇપીએલની મેચને ધ્યાનમાં રાખીને તેમણે આ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.

જ્યારે આ મામલે પીટીઆઇ સાથે ઝારખંડ ક્રિકેટ સંઘના સૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ધોની અચાનકથી ટીમ સાથે નેટ પ્રેક્ટિસ કરવા માટે પહોંચી ગયા હતા અને તે એક અદભૂત અનુભવ સાબીત થયો હતો. તેમણે થોડાક સમય માટે નેટ પર બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. તેઓ વધુમાં જણાવે છે કે ધોની તેમની સાથે પ્રેક્ટિસ મેચમાં ભાગ લેવાના છે તે અંગે કોઇ જાણ કરવામાં આવી નહોતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SPORTS MIRROR
Top