Friday, 17 Jan, 12.21 am Sports Mirror

હોમ પેજ
ભારતીય ટીમના સ્ટેંડબાય વિકેટકીપર તરીકે કેએસ ભરતની પસંદગી

Rajkot (SportsMirror.in) : ભારતીય ટીમમાં એક સ્ટેંડબાય વિકેટકીપર તરીકે કેએસ ભરતને (KS Bharat) સામેલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં રમાવા રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશથી આવતા આ (KS Bharat) ખેલાડીને મેચ રમવાની તક તો નહીં મળે પરંતુ તે કેએલ રાહુલના બેકઅપ તરીકે ટીમ સાથે જોડાયેલા રહશે. મુંબઇમાં રમાયેલી વન-ડે મેચમાં ઇજા થવાને કારણે ઋષભ પંત રાજકોટ વન-ડેમાંથી બહાર છે.

ઇજાને કારણે પંત હાલ મેડિકલ ટીમની સારવાર હેઠળ છે
આઇસીસીના નિયમ મુજબ ઇજા થવાને કારણે પંતને નેશનલ ક્રિકેટ અકેડમીમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. ત્યાં તેઓ થોડા સમય માટે સારવાર લેશે અને ત્યાર બાદ તેઓ ત્રીજી વન-ડે મેચ સાથે ટીમમાં પરત ફરી શકે છે. મુંબઇમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડેમાં બેટિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બોલર પેટ ક્યૂમિંસની ઓવરમાં બોલ વાગવાથી ઇજા થઇ હતી. ત્યાર બાદ કેએલ રાહુલે તેમની જગ્યાએ વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી.

ભરત હાલ ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયો છે
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુંબઇમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં બેટિંગ દરમિયાન પંત એકદમ સારું પ્રદર્શન કરી રહ્યા હતા પરંતુ બાઉંસર બોલ પરથી પોતાનું સંયમ ગુમાવતા તેઓ આઉટ થઇ ગયા હતા. આ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટ સાથે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે હવે કેએલ રાહુલ પર બેટિંગ કરવાની સાથે-સાથે વિકેટકીપર તરીકેની બેવડી જવાબદારી આવી ગઇ છે તો હવે આગામી સમયમાં રાજકોટ સામે રમાવા જઇ રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડેમાં તેઓ કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહશે. જોકે આઇપીએલમાં અગાઉ તેઓ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં કીપર તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યા છે એવામાં આ જવાબદારી તેમના માટે કઇ ખાસ ભારરૂપ સાબીત થઇ શકે તેમ નથી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SPORTS MIRROR
Top