Sunday, 19 Jan, 3.15 am Sports Mirror

ક્રિકેટ
INDvAUS : બીજી વન-ડેમાં ઑસ્ટૅલિયાની હારના ત્રણ મોટા કારણો.

Rajkot (SportsMirror.in) : શુક્રવારે ગુજરાતના રંગીલા રાજકોટ શહેરમાં ભારત અને ઑસ્ટ્રેલિયા (INDvAUS) વચ્ચે રમાયેલી શ્રેણીની બીજી અને મહત્વની ગણાતી વન-ડૅ મેચમાં ભારતને શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી અને સાથે રાજકોટના ગ્રાઉન્ડમાં સતત હારવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ભારતની આ જીત સાથે હાલ આ શ્રેણીનો સ્કૉર 1-1 છે. જ્યારે આ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ રવીવારે ભારતના બેંગલુરુમાં રમાશે. પણ વાત બીજી વન-ડેની કરીએ તો ભારત-ઑસ્ટૅલિયા (INDvAUS) વચ્ચે રમાયેલી બીજી વન-ડૅ મેચમાં ઑસ્ટૅલિયાએ ટૉસ જીતીને ભારતને પ્રથમ બૅટિંગ કરવાની તક આપી હતી. જ્યારે આ તક મેળવીને ભારતીય ટીમે શાનદાર બૅટિંગ કરીને ઑસ્ટ્રૅલિયાને 340 રન કરવા માટેનો પડકાર ફેંક્યો હતો. જ્યારે અહીં આપણે આ મેચમાં ઑસ્ટ્રૅલિયાની ટીમને ક્યાં ત્રણ કારણસર કારમી હારનો સામનો કરવો પડ્યો તે અંગે માહિતી મેળવીશું.

એકદમ મજબૂત બૅટિંગ સાથે ભારતની શાનદાર શરૂઆત
ટીમ ઇન્ડિયાના સફળ ઑપનર બૅસ્ટમૅન શિખર અને રોહિતે આ વખતે ખૂબજ સારી એવી ભાગીદારી નોંધાવામાં સફળતા મેળવી હતી કે જે ભારતને જીતની દિશામાં આગળ વધારવા માટે એક પ્રેરકબળ સાબીત થઇ હતી. આ બન્ને ઑપનર ખેલાડીએ સાથે મળીને કુલ 81 રનની ભાગેદારી નોંધાવી હતી. આ વખતે જોવા જઇએ તો ઑસ્ટૅલિયાના બૉલર ભારતીય બૅસ્ટમૅન સામે ટકી શક્યા નહીં અને તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

કેએલ રાહુલની શાનદાર બેટિંગ
પાંચમાં નંબર પર બૅટિંગ પર ઉતરેલા કેએલ રાહુલે ઑસ્ટૅલિયાની ટીમના દરેક બૉલરની સારી એવી ધોલાઇ કરી હતી. કેએલ રાહુલે દરેક નબળી ઓવરનો ફાયદો ઉઠાવીને શાનદાર બૅટિંગ કરીને ભારતીય ટીમના સ્કૉરને 300 કરતા આગળ પહોંચાડવામાં ભારે મદદ કરી હતી. રાહુલએ પોતાની બૅટિંગ દરમિયાન 52 બૉલમાં કુલ 80 રન બનાવવામાં સફળતા મેળવી હતી.

ભારતીય બૉલર દ્વારા સમય-સમય પર વિકૅટ ઝડપવી
ભારતીય ટીમની જીત પાછળ જેટલી મહેનત ટીમના બૅસ્ટમૅન દ્વારા કરવામાં આવી હતી તેટલી જ મહેનત ટીમના બૉલર દ્વારા પણ કરવામાં આવી હતી. જ્યારે ભારતીય ટીમના બૉલર દ્વારા રન આપવાની સાથે-સાથે વિકૅટ પણ ઝડપી હતી અને તેટલા માટે જ આ બાબત ભારતીય ટીમની જીત પાછળનું મુખ્ય પરિબળ સાબિત થયું હતું. આથી મહેમાન ટીમે ભારતીની ધરતી પર વન-ડૅ શ્રેણીની બીજી મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SPORTS MIRROR
Top