Saturday, 18 Jan, 3.30 am Sports Mirror

હોમ પેજ
Khelo India Youth Games 2020: ખોખોની રમતમાં ત્રીજા દિવસે કર્ણાટકા અને મહારાષ્ટ્રનો દબદબો

Guwahati (SportsMirror.in) : હાલ ભારતમાં ખોખોની ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2020 (Khelo India Youth Games 2020) નું એકદમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખોખોની આ રમતના સત્તત ત્રીજા દિવસે પણ કર્ણાટકા અને મહારાષ્ટ્રની ટીમનો દબદબો યથાવત્ત રહ્યો છે. આ સીવાય ગુજરાત, કેરળ અને હરિયાણાએ પણ સારું પ્રદર્શન કરીને જીત મેળવવામાં સફળતા મેળવી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકાએ આ રમતમાં અન્ડર-21 અને અન્ડર-17માં સત્તત ત્રીજા દિવસે પણ એકદમ શાનદાર પ્રદર્શન યથાવત્ત રાખ્યું હતું. આ સીવાય Khelo India Youth Games 2020 માં ગુજરાત અને કેરળે પણ અન્ડર 17માં જીત મેળવવામાં સફળતા મેળવી હતી. તમને જણાવી દઇએ કે હાલમાં આ ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ ખોખોની રમત ગુવાહાટીમાં રમાઇ રહીં છે.

રમતના ત્રીજા દિવસે મહારાષ્ટ્રની ગર્લ્સ ટીમનો રહ્યો દબદબો
અન્ડર 17 માં જ્યારે મહારાષ્ટ્રના છોકરાઓએ કર્ણાટકાની ટીમને 10-4 થી હરાવી હતી, ત્યારે આજ કેટેગરીમાં યુવતીઓએ ધીમી શરૂઆત કરી હતી કારણ કે તેઓએ ગુજરાત સામે પ્રથમ ઇનિંગ્સમાં કોઈ પોઇન્ટ મેળવ્યો ન હતો. જો કે, ત્રીજી ઇનિંગમાં મહારાષ્ટ્રની છોકરીઓએ કમબેક કરીને 10 પોઇન્ટ મેળવીને 4 પોઇન્ટથી મેચ જીતી હતી. આ સીવાય અન્ડર-21માં પણ મહારાષ્ટ્રની છોકરીઓનો દબદબો રહ્યો હતો અને તેમણે આંધ્ર પ્રદેશની ટીમને પાંચ પોઇન્ટથી માત આપી હતી. જ્યારે કર્ણાટકાની છોકરીઓએ અન્ડર-21 કેટેગરીમાં હરિયાણાની ટીમને 7-3થી માત આપી હતી. આ સીવાય અન્ડર-17 કેટેગરીમાં આસામની ટીમને માત આપીને 12 જેટલા ભારેખમ પોઇન્ટ સાથે મેચ પોતાના નામે કરી હતી. કર્ણાટક ઉપરાંત ગુજરાતના છોકરાઓએ પણ આંધ્રપ્રદેશ સામે અંડર 17 કેટેગરીમાં જીત મેળવી હતી. છોકરાઓએ પ્રથમ હાફમાં 7-0 સોકરલાઇનથી પ્રભુત્વ મેળવ્યું હતું. આંધ્રના છોકરાઓએ સેકેન્ડ હાફમાં 6 પોઇન્ટ મેળવીને સ્થિતિમાં થોડો સુધાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગુજરાતને રોકવા માટે તે પૂરતું ન હતું કારણ કે ગુજરાતે બીજી ઇનિંગ્સમાં વધુ 9 પોઇન્ટ ઉમેરી કુલ 10 પોઇન્ટના માર્જિન સાથે જીત મેળવી હતી.

આસામની ટીમનો દરેક મોરચે પ્રયાસ નિષ્ફળ રહ્યો
જ્યારે કેરળની અન્ડર-17 ખોખોની ટીમે પ્રથમ હાફમાં જ આસામના 18 ડિફેન્ડરને બહાર કરીને જ તેમનો જીતવા માટેનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો હતો. બીજા દાવમાં આસામ માત્ર 5 પોઇન્ટ જ મેળવી શક્યું હતું અને ત્રીજા દાવમાં 7 પોઇન્ટ બનાવ્યા હતા. આ સાથે જ આસામની ટીમ 6 પોઇન્ટથી કેરળ સામે હારી ગઇ હતી. જ્યારે અન્ડર-17 છોકરીઓની ટીમ 1 પોઇન્ટથી હરિયાણાની ટીમ સામે હારી ગઇ હતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SPORTS MIRROR
Top