Sunday, 12 Jan, 1.09 pm Sports Mirror

ક્રિકેટ
મહિલા ટી20 વર્લ્ડ પ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત બની સુકાની

Mumbai (SportsMirror.in) : ICC Women T20 World Cup : આઇસીસી (ICC) મહિલા ટી20 વર્લ્ડ કપને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે 15 સભ્યોની મહિલા ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થઇ રહેલી મહિલા ટી20 વર્લ્ડ કપ માટે હરમનપ્રીતને ટીમ ઇન્ડિયાની કમાન સોપવામાં આવી છે. તો ટીમમાં એક માત્ર નવો ચહેરો બંગાળની ત્રુચા ઘોષનો સમાવેશ કરવામા આવ્યો છે.

હરિયાણાની શેફાલી વર્મા પહેલીવાર ICC કક્ષાની ટુર્નામેન્ટ રમશે
જોકે મહિલા ટી20 વર્લ્ડ કપની ટીમમાં કોઇ ચોકાવનારા નામ નથી. હરિયાણાની 15 વર્ષની શેફાલી વર્મા આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શન કર્યા બાદ પહેલીવાર આઇસીસી કક્ષાની ટુર્નામેન્ટ રમવા માટે તૈયાર છે. ત્રુચા ઘોષે હાલમાં જ મહિલા ચેલેંજર ટ્રોફીમાં સારા પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. તેણે 26 બોલમાં 36 રનની ઇનીંગ રમીને તમામને પ્રભાવિત કર્યા હતા. જેમાં તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

ટી20 વર્લ્ડ કપ: 15 સભ્યોની ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (સુકાની), સ્મૃતિ મંધાના (ઉપ સુકાની), શેફાલી વર્મા, જેમિમાહ રૉડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણમુર્તિ, રૂચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), પુનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પુજા વસ્ત્રાકર અને અરૂંધતિ રેડ્ડી.

પસંદગકર્તાઓએ ટી20 વર્લ્ડ કપથી પહેલા ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય સીરિઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત પણ કરી છે. જેમાં નુજહત પરવીનને 16 સભ્યોની ટીમમાં સમાવેશ કર્યો છે. આ ટુર્નામેન્ટ 31 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે. જેમાં ઇંગ્લેન્ડની ટીમ પણ રમશે.

ઓસ્ટ્રેલિયા, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટ્રાઇ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની 16 સભ્યોની ટીમ
હરમનપ્રીત કૌર (સુકાની), સ્મૃતિ મંધાના (ઉપ સુકાની), શેફાલી વર્મા, જેમિમાહ રૉડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણમુર્તિ, ત્રુચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), પુનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પુજા વસ્ત્રાકર, અરૂંધતિ રેડ્ડી અને નુજહત પરવીન.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SPORTS MIRROR
Top