Sunday, 19 Jan, 4.29 am Sports Mirror

હોમ પેજ
મોહન બાગાનનું ATK FC માં વિલીનીકરણ, આવતા સત્રમાં ISLમાં એક ટીમ તરીકે રમશે

Mumbai (SportsMirror.in) : ઇન્ડિયન સુપર લીગ (ISL) માં બે વખત વિજેતા બનનારી એટીકે એફસીમાં મોહન બાગાનનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. આમ કરવાની સાથે જે મોહન બાગાનએ પોતાની ભાગીદારીનો સૌથી મોટો ભાગ એટીકે એફસીને સોંપી દેવામાં આવ્યો છે. હવે આવતા સત્રમાં તે એટીકે મોહન બાગન તરીકે ઓળખવામાં આવશે. આ વિલીનીકરણ જૂન માસથી પ્રભાવિત થશે અને તે એક ટીમના રૂપમાં આગામી આઇએસેએલ (ISL) 2020-21માં ભાગ લેશે. જોકે આ બન્ને ટીમ વર્તમાનમાં રમાયેલી રહેલી આઇલીગ અને આઇએસએલ સત્રમાં અલગ-અલગ ટીમ તરીકે ભાગ લેશે.

મોહન બાગાન ક્લબના 80% હિસ્સો હસ્તગત કર્યો
કરાર અનુસાર જાણવા મળેલ છે કે એટીકેના માલિક આરપી સંજીવ ગોયનકા ગ્રુપને મોહન બાગાન ફૂટબૉલ ક્લબ (ઇન્ડિયા) પ્રા.લિ. પોતાનો 80 ટકા હિસ્સો હસ્તગત કરશે.

બાગાનનું RPSG ગ્રુપમાં અમે સ્વાગત કરીએ છીએ : ચેરમેન
આ બાબતે વિલીનીકરણની જાહેરાત કરતા આરપીએસજી ગ્રુપના ચેરમેન સંજીવ જણાવે છે કે બાગાનનું આરપીએસજી ગ્રપમાં અમે સ્વાગત કરીએ છીએ. વ્યક્તિગત રૂપથી આ મારા માટે એક ભાવનાત્મક પુનઃ મિલન છે કારણ કે મારા સ્વર્ગીય પિતા આરપી ગોયનકા મોહન બાગાનના સદસ્ય હતા. નવા ફૂટબોલ ક્લબ પાસે એટીકે અને બાગાન બ્રાંડ નામ હશે. આ પગલાથી બે ફૂટબોલ ક્લબને એક નવી ઓળખ મળશે અને તેની સાથે ઝડપથી વિકસતા ભારતીય ફૂટબોલ માટે એક નવું ચિત્ર સ્પષ્ઠ થશે. નવા ક્લબનું નામ એટીકે મોહન બાગાન હશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SPORTS MIRROR
Top