Sunday, 19 Jan, 6.46 am Sports Mirror

ક્રિકેટ
વન-ડૅ ક્રિકેટમાં સૌથી ઝડપી 7 હજાર રન ફટકારનાર ટૉપ 5 ખેલાડી

Mumbai (SportsMirror.in) : ક્રિકટના ઇતિહાસમાં રૅકૉર્ડ (Cricket Records) બનાવવાની લિસ્ટ ખૂબજ લાંબી છે. અલગ-અલગ વિભાગમાં ઘણા ખેલાડીઓએ રૅકૉર્ડ (Cricket Records) બનાવીને ક્રિકેટના શ્રેત્રમાં પોતાનું યોગદાન આપવામાં સફળતા મેળવી છે. ત્યારે અહીં તમને જણાવીશું કે વન-ડૅ મેચમાં સૌથી ઝડપી 7 હજાર રન ફટકારનારા ટૉપ 5 ખેલાડી કોણ છે. તમને જાણીને આનંદ આવશે કે આ લિસ્ટમાં કુલ 5 ખેલાડીમાંથી ત્રણ ભારતીય ખેલાડી છે. ઑસ્ટૅલિયા વિરુધ્ધ રમાયેલી બીજી વન-ડૅ મેચમાં એક શાનદાર બૅસ્ટમેન તરીકે 7 હજાર રન પૂરા કરી લીધા છે જોકે આમ કરનાર તેઓ 11માં ખેલાડી છે પરંતુ સૌથી ઝડપી 7 હજાર રન ફટકારનાર ખેલાડીની વાત કરવામાં આવે તો આ બાબતમાં રોહિત પ્રથમ નંબર પર આવે છે.

5) સૌરવ ગાંગુલી
આ લીસ્ટમાં સૌરવ ગાંગુલી પાંચમાં ક્રમ પર આવે છે. તમને જણાવી દઇએ કે હાલ તાજેતરમાં જ સૌરવ ગાંગુલીની બીસીસીઆઇના પ્રૅસિડૅન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે પોતાનામાં જ એક મોટી સિદ્ધિ છે. ગાંગુલીએ એક ઑપનર બૅસ્ટમેન તરીકે 7 હજાર રન પુરા કરવા માટે 168 મેચ રમી હતી. ગાંગુલીએ ભારત માટે 311 વન-ડૅ મેચ રમીને 40.73ની ઍવરેજ અને 73.71ની સ્ટ્રાઇક સાથે 11363 રન બનાવ્યા હતા.

4) દિલશાન
પૂર્વ શ્રિલંકન ઓપનર દિલશાન આ સૂચિમાં ચોથા ક્રમ પર આવે છે. તેણે સૌથી ઝડપી 7 હજાર રન બનાવવા માટે કુલ 165 વન-ડે મેચ રમી હતી. શ્રિલંકાની ટીમમાં રહીને પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન કુલ 330 મેચ રમી હતી જેમાં તેમણે 39.27ની ઍવરૅજ અને 86.23ની સ્ટ્રાઇક સાથે કુલ 10290 રન કર્યા હતા.

3) સચિન
આ સૂચિમાં ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન ત્રીજા નંબર પર આવે છે. સચિને ભારતીય ટીમના ઑપનર બૅસ્ટમૅન તરીકે સૌથી ઝડપી 7 હજાર રન પુરા કરવા માટે 160 મેચ રમી હતી. પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન સચિને કુલ 463 વન-ડૅ મેચ રમીને 44.83ની ઍવરૅજ અને 86.24ની સ્ટ્રાઇક સાથે કુલ 18426 રન ફટકાર્યા છે.

2) હાસિમ અમલા
આ સૂચિમાં દક્ષિણ આફ્રિકાના ઑપનર હાસિમ અમલા બીજા સ્થાન પર આવે છે. તેમણે કુલ 147 વન-ડે મેચ રમીને સૌથી ઝડપી 7 હજાર રન બનાવવામાં સફળતા મેળવીને બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. અમલાએ પોતાના કરિયર દરમિયાન દક્ષિણ આફ્રિકા માટે કુલ 181 વન-ડૅ મેચ રમીને 8113 રન કર્યા હતા.

1) રોહિત શર્મા
આ સૂચિમાં કુલ ત્રણ સ્થાન પર ભારતીય ટીમના ત્રણ ઓપનોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ભારતીય ક્રિકેટ ફૅન માટે ખૂબજ ગર્વની બાબત છે. જ્યારે આ સૂચિમાં પ્રથમ ક્રમ પર આવે છે ભારતીય ટીમના ખૂંખાર બૅસ્ટમૅન અને શાનદાર ઑપનર રોહિત શર્મા. રોહિતે હાલમાં જ ઑસ્ટૅલિયા સામે સૌથી ઝડપી 7 હજાર રન ફટકારીને પ્રથમ ક્રમ મેળવી લીધો છે. આ માટે રોહિત કુલ 137 વન-ડૅ મેચ રમ્યો છે અને અત્યાર સુધીમાં વન-ડૅમાં રોહિતે કુલ 8996 રન ફટકાર્યા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SPORTS MIRROR
Top