Saturday, 18 Jan, 6.48 pm Sports Mirror

ક્રિકેટ
વન-ડે શ્રેણીમાં સૌથી વધારે વખત 350 રન ફટકારનારી ટૉપ 5 ટીમ

Mumbai (SportsMirror.in) : ગુરવારે ભારત-ઑસ્ટ્રૅલિયા (INDvAUS) વચ્ચે ગુજરાતના રાજકોટમાં વન-ડૅ શ્રેણીની બીજી મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતીય ટીમનો ઑસ્ટૅલિયા સામે 36 રનથી વિજય થયો હતો. આ સાથે જ ત્રણ મેચની આ શ્રેણીમાં 1-1થી બન્ને ટીમએ બરાબરી કરી છે. આ વન-ડે શ્રેણની અંતિમ અને નિર્ણાયક મેચ ભારતના બેંગલુરુમાં રમાઇ રહી છે. ભારત-ઑસ્ટૅલિયા (INDvAUS) વચ્ચે રમાયેલી બીજી વન-ડૅ મેચમાં ઑસ્ટ્ર્રૅલિયાએ ટૉસ જીતીને ભારતને પ્રથમ બૅટિંગ કરવાની તક આપી હતી. અહીં આપણે વન-ડૅ શ્રેણીમાં સૌથી વધારે 350 રન ફટકારનારી ટૉપ પાંચ ટીમ વિશે માહિતી મેળવીશું.

5) ન્યૂઝીલૅન્ડ, 15 વખત
તમને જણાવી દઇએ કે વન-ડૅ શ્રેણીમાં સૌથી વધારે 350 રન કે તેનાથી વધારે રન ફટકારનારી પાંચમાં નંબરની ટીમ છે ન્યૂઝીલૅન્ડ કે જેણે લગભગ 15 વખત 350 કે તેનાથી વધારે રન ફટકાર્યાં છે. વર્ષ 2008માં આયરલૅન્ડ વિરુધ્ધ ન્યૂઝીલૅન્ડે 402/2નો સ્કૉર બનાવ્યો હતો.

4) ઇંગ્લૅન્ડ, 19 વખત
ઇંગ્લૅન્ડની ટીમે 19 વાર કરતા પણ વધારે વખત 350 કે તેનાથી વધારે રન ફટકારીને ચોથા નંબર પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સીવાય વન-ડૅ શ્રેણીમાં સૌથી મોટો સ્કૉર બનાવવાનો રૅકૉર્ડ પણ ઇંગ્લૅન્ડની ટીમને ફાળે જ જાય છે. આ ટીમે ઑસ્ટૅલિયા સામે રમાયેલી વન-ડૅ મૅચમાં 481/6નો વિશાળ સ્કૉર બનાવ્યો હતો.

3) ઑસ્ટૅલિયા, 19 વખત
ઑસ્ટૅલિયાની ટીમ દ્વારા કુલ 19 વખત 350 કે તેનાથી વધારેનો સ્કૉર બનાવવામાં સફળતા મેળવી છે. તમને જણાવી દઇએ કે ઑસ્ટ્રૅલિયાની એક માત્ર ટીમ છે કે જેણે કુલ 5 વખત 50 ઑવર વન-ડૅ વલ્ર્ડ કપ જીતવામાં સફળતા મેળવી છે.

2) દક્ષિણ આફ્રિકા, 27 વખત
દક્ષિણ આફ્રિકાની ટીમ કુલ 27 વખત 350 કે તેનાથી વધારેનો સ્કૉર હાંસલ કરીને બીજા ક્રમ પર પોતાનું સ્થાન મેળવે છે. દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2015માં વૅસ્ટંડીઝ સામે વન-ડૅમાં 439/2નો સ્કૉર બનાવ્યો હતો.

1) ભારત, 29 વખત
ભારતની ટીમએ કુલ 29 વખત 350 કે તેનાથી વધારે રન બનાવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે જે એક ભારતીય ક્રિકેટ ફૅન માટે ખૂબજ ગર્વ લેવા જેવી બાબત છે. ભારતે પ્રથમ વખત 400નો સ્કૉર વર્ષ 2007ના વિશ્વકપ દરમિયાન બરમૂડા વિરુધ્ધ ફટકાર્યો હતો. ભારતનો મહત્મ સ્કૉર છે 418/5 કે જે વર્ષ 2011માં વૅસ્ટંડીઝ વિરુધ્ધ ફટકારવામાં આવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SPORTS MIRROR
Top