Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા સત્રમાં બેસી શકશે.

Tej Gujarati 3 weeks ago

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા સત્રમાં બેસી શકશે.

ગુજરાત વિધાનસભા તરફથી સત્રમાં હાજર રહેવા નિમંત્રણ મોકલાયુંછે

તેઓ હવે કોર્ટની પરવાનગી લઈને કોર્ટમાં હાજર થશે.

રાજપીપલા, તા. 1

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા આગામી 9થી 11 સપ્ટેમ્બરના વિધાનસભા સત્રમાં બેસી શકશે. ગુજરાત વિધાનસભા તરફથી સત્રમાં હાજર રહેવા નિમંત્રણ મોકલાયુંછે

આ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ધારાસભ્ય ચૈતર વસાવા કોર્ટમાંથી જામીન લઈ ઉપસ્થિત રહી શકે છે. કારણ વિધાનસભામાં
ભૂતકાળમાં કોર્ટે પણ ધારાસભ્યોને
વિધાનસભામાં ઉપસ્થિત રહેવા
જામીન આપ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષ જેલની સજા થઈ છે. હાલ તેઓ વડોદરા સેન્ટરજેલમાં સજા ભોગવી રહ્યાં છે. ધારાસભ્યએ જામીન મુક્તી અને સ્ટે માટે બે અરજીઓ ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી પણ નામદાર કોર્ટે તેમની બન્ને અરજીઓ નામ નામન્જુર કરી દીધી છે તેથી હવે તેઓ સુપ્રીમકોર્ટ જઈ રહ્યાં છે કોર્ટમાં કેસ ચાલુ છે.

સામાન્ય રીતે બે વર્ષની સજા થાય તો ધારાસભ્ય પદ રદ થઈ શકે છે પરંતુ વિધાનસભા અધ્યક્ષએ હજી સુધી કોઇ એવો નિર્ણય નથી લીધો તેથી ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હોવા છતાં પણ હજી સુઘી તેમનું ધારાસભ્ય પદ રદ થયું નથી હાલ હાલ પણ તેઓ ધારાસભ્ય પદે ચાલુ છે. તેથી હવે આગામી વિધાનસભા સત્રમાં ચૈતર વસાવાને હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હોય તેઓ હવે કોર્ટની પરવાનગી લઈને કોર્ટમાં હાજર થશે.
હવે એ જોવું રહ્યું કે હવે તેઓ કયા
વિધાનસભામાં કેવા પ્રશ્ન રજૂ કરશે તેના પર સૌને મીટ મંડાઈ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tej Gujarati