Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

Tej Gujarati 1 day ago

નાંદોદ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

JRD માં દ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને તા.પં માં ચૂંટાયેલા સભ્ય ને પ્રમુખ પદ મળ્યું

રાજપીપળા, તા 23

નર્મદા જિલ્લા ની 6 તાલુકા પંચાયત માં આજે પ્રમુખ અને
ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી.4 તાલુકા માં આમ આદમી પાર્ટી અને 2 તાલુકા માં ભાજપ એ પોતાના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી કરી છે.જેમાં નાંદોદ તાલુકા પંચાયત માં ગોવિંદ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે જ્યારે ઉપપ્રમુખ તરીકે સુલક્ષના બારોટ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.નાંદોદ તાલુકામાં 18 બેઠકો છે જેમાં 13 બેઠક ભાજપ પાસે છે 4 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે.આજની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માં ભાજપ ના જ જુનારાજ બેઠક ના સભ્ય હરેશ જેન્તીભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા.ત્યારે કોંગ્રેસ ના સભ્ય એ ભાજપ ને સપોર્ટ કરતા ભાજપ ને 13 વોટ મળ્યા હતા.ભાજપ ના પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થયા હતા જોકે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી તો છે જ પણ કોંગ્રેસના સભ્ય એ પણ ભાજપ ને સપોર્ટ કર્યો હતો.હાલ જે નાંદોદ તાલુકા પંચાયત ના પ્રમુખ ની વરણી કરવામાં આવી એ એક સામાન્ય jrd માં એક દ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા અને આજે એમનું નામ તા.પંચાયત માં પ્રમુખ તરીકે જાહેર થતા એમના રહેલી ખુશી વ્યક્ત કરી કે એમને ખબર પણ ન હતી કે એક સામાન્ય માણસ ને ભાજપ પ્રમુખ.

બનાવશે

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tej Gujarati