Saturday, 19 Sep, 2.48 pm THE YOGYA NEWS

હોમ
ડ્રગ્સ કેસ / NCB સમક્ષ ડ્રગ્સ સપ્લાયર રાહિલે કર્યા મોટા ખુલાસા, કહ્યું, બોલિવૂડ સાથે જોડાયેલો છે મારો બોસ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે અને તેમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ તપાસ કરી રહેલી NCBને મોટી સફળતા મળી છે. NCBની ટીમે ડ્રગ્સ સપ્લાયર રાહિલ રાફતની ધરપકડ કરી છે. રાહિલને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો. જેના પછી તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

દિશા સલિયન આત્મહત્યા કેસમાં નવો ટર્ન , દિશાની ફોરેન્સિક રિપોર્ટમાં બે ઈજાઓનો ઉલ્લેખ

મળતી માહિતી મુજબ રાહિલે NCBની પૂછપરછમાં કેટલાક હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટિઓના નામ આપ્યા છે. બોલિવૂડમાં રાહિલને સૈમ ડ્રગ અંગલના નામથી જાણતા હતા. બોલિવૂડ ઉપર NCBનો ગાળીયો કસતો જઈ રહ્યો છે. રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીની ધરપકડ અને જેલ પછી NCB કરણ જોહરની કથિત ડ્રગ પાર્ટીના વીડિયોની તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા સપ્લાયર સાહિલ રાફતની હજુ સુધીની સૌથી મોટી ધરપકડ છે. રિપોર્ટ અનુસાર રાહિલનો જે બોસ છે તે બોલિવૂડ સાથે જોડાયેલ છે. આ કોઈ એક્ટર હોઇ શકે છે, ડાયરેક્ટર પણ હોઇ શકે છે અથવા તો કોઈ પ્રોડ્યુસર પણ હોઇ શકે છે. NCB હવે રાહિલને રિમાન્ડમાં લેવાની અપીલ કરશે.

ઘરે જ બનાવો મલાઇ પનીરનું શાક, દાઢે વળગી જશે તેનો સ્વાદ

રાહિલ દ્વારા બોલિવૂડના તે મોટા નામો સુધી પહોંચી શકાય છે જ્યાં ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો ધંધો ચાલી રહ્યો હતો. એ તપાસ એજન્સીને સંપૂર્ણ વિશ્વાસ છે.. મળતી માહિતી મુજબ રાહિલે અત્યાર સુધીની પૂછપરછમાં NCBને જણાવ્યું છે કે, તે જે વ્યક્તિ માટે કામ કરે છે. તેને દરેક લોકો બોસના નામથી જાણે છે. આ વ્યક્તિ મોટો ડ્રગ પેડલર છે અને તે ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલો છે. રાહિલ પોતાના આ બોસના કહેવા પર સેલિબ્રિટીઓને મલાના ક્રિમ સપ્લાય કરતો હતો.

ચોકલેટ કોકોનટ રોલ બનાવવા જલ્દીથી જોઇ લો રેસીપી

રાહિલે પોતાની પૂછપરછમાં બોલિવૂડના કેટલાક મોટા અભિનેતાઓના નામ પણ સામે આવ્યા છે. NCB હવે આ નામોની આસપાસ પણ તપાસ કરશે અને પૂરાવા મેળવીને તેમને પણ સમન્સ મોકલશે. રાહિલ ડ્રગની દૂનિયામાં સૈમના નામથી જાણીતો હતો. NCBને એક જાણકારી એ પણ મળી છે કે, બોલિવૂડમાં બેઠેલા રાહિલના બોસ ફરાર છે. જ્યારે કેટલાક સૂત્રોનું કહેવું છે કે, તે મુંબઈમાં જ છે. એવામાં NCB જલદીથી કડક કાર્યવાહી કરશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: THE YOGYA NEWS
Top