Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ: 56 નિર્દોષોનો ભોગ લેનાર 38 દોષિતોને ફાંસી જ થશે, હાઈકોર્ટે તમામ અપીલો ફગાવી

2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ: 56 નિર્દોષોનો ભોગ લેનાર 38 દોષિતોને ફાંસી જ થશે, હાઈકોર્ટે તમામ અપીલો ફગાવી

Trishul news 4 months ago

Trishul News Gujarati

Ahmedabad Serial Blast:2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નીચલી અદાલત (ટ્રાયલ કોર્ટ)ના આદેશને (Ahmedabad Serial Blast)માન્ય રાખતા તમામ દોષિતોની અપીલ ફગાવી દીધી છે. કોર્ટે 38 આરોપીઓની ફાંસીની સજા અને 11 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત રાખી છે.

આ સાથે જ, બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ₹5 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને ₹1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધીમાં ચૂકવવાનો આદેશ પણ રાજ્ય સરકારને કરવામાં આવ્યો છે.

નીચલી કોર્ટે રચ્યો હતો ઈતિહાસ
18 ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ન્યાયિક ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની જેલની સજા ફટકારી હતી. આ ઐતિહાસિક ચુકાદા બાદ, રાજ્ય સરકારે ફાંસીની સજાની મંજૂરી માટે અને સામા પક્ષે 48 આરોપીઓએ સજા માફી માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. યોગાનુયોગ, જ્યારે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે પણ મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારે જ આ આદેશ જાહેર કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?
26 જુલાઈ, 2008ના રોજ શનિવારે સાંજે 6:15થી 7:45 વાગ્યા સુધીના માત્ર 90 મિનિટના ગાળામાં અમદાવાદ શહેરના 20 અલગ-અલગ સ્થળો પર 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ આતંકી હુમલામાં સિવિલ અને એલ.જી. હોસ્પિટલની બહાર પાર્ક કરેલી કાર સહિત સાઇકલ અને બસોમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 200થી વધુ (અંદાજે 246) લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

13 વર્ષ ચાલેલી કાનૂની પ્રક્રિયા અને વિશાળ પુરાવા
વર્ષ 2009થી શરૂ થયેલી આ કાનૂની લડાઈમાં કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. આ કેસની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે:

આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 મળીને કુલ 35 FIR નોંધાઈ હતી.

પોલીસે તબક્કાવાર 548 ચાર્જશીટ દાખલ કરી હતી.

કોર્ટે 1,163 સાક્ષીઓ અને 6,000 જેટલા દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા.

સેશન્સ કોર્ટનો ચુકાદો 7,000 પેજનો હતો, જ્યારે આ કેસની આખી પેપર બુક 7.88 લાખ પેજની બનેલી છે.

તપાસ દરમિયાન કુલ 99 આતંકવાદીઓમાંથી 82ની ધરપકડ કરવામાં આવી હતી. દોષિત ઠરેલા આરોપીઓ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, કેરળ, કણૉટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોના રહેવાસી છે.

આતંકીઓએ હાલોલ અને કેરળમાં લીધી હતી ટ્રેનિંગ
તપાસમાં સામે આવ્યું હતું કે બ્લાસ્ટ પહેલાં પ્રતિબંધિત સંગઠન SIMI (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા ગુજરાતના હાલોલ અને કેરળમાં આતંકી કેમ્પ યોજવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2008માં હાલોલના જંગલો અને એક દરગાહના મુસાફરખાનામાં 20થી વધુ આરોપીઓએ ટ્રેકિંગના બહાને રોકાઈને ટ્રેનિંગ લીધી હતી. આ કેમ્પમાં પેટ્રોલ અને પાઇપ બોમ્બ બનાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવી હતી અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવાનું ષડયંત્ર રચાયું હતું.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ: 56 નિર્દોષોનો ભોગ લેનાર 38 દોષિતોને ફાંસી જ થશે, હાઈકોર્ટે તમામ અપીલો ફગાવી appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews