Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અબુધાબીના BAPS હિન્દુ મંદિરને આંતરરાષ્ટ્રીય મંચ પર મળ્યું પ્રતિષ્ઠિત સન્માન: 'ટોલરન્સ એવોર્ડ 2026' થી નવાજાયું

અબુધાબીના BAPS હિન્દુ મંદિરને આંતરરાષ્ટ્રીય મંચ પર મળ્યું પ્રતિષ્ઠિત સન્માન: 'ટોલરન્સ એવોર્ડ 2026' થી નવાજાયું

Trishul news 4 months ago

Trishul News Gujarati

UAE Tolerance Award BAPS temple: અબુધાબીમાં આયોજિત ત્રીજી 'ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ' (IDCT 2026) માં BAPS હિન્દુ મંદિરને પ્રતિષ્ઠિત 'ટોલરન્સ એવોર્ડ 2026' (Tolerance Award 2026) થી સન્માનિત (UAE Tolerance Award BAPS temple) કરવામાં આવ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ની ધરતી પર વૈશ્વિક સદભાવનાના પ્રતીક સમાન આ મંદિરને વૈશ્વિક સ્તરે સહિષ્ણુતા, પરસ્પર આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા બદલ આ ઐતિહાસિક પુરસ્કાર એનાયત થયો છે.

વૈશ્વિક મંચ પર પ્રતિષ્ઠિત સન્માન
'એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ' (ESCRS) અને 'અબ્રાહમિક ફેમિલી હાઉસ' દ્વારા અન્ય વૈશ્વિક સંસ્થાઓના સહયોગથી આ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. UAE દ્વારા વર્ષ 2026ને 'યર ઓફ ધ ફેમિલી' (Year of the Family) તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત યોજાયેલા આ પરિસંવાદમાં કોન્ફરન્સની વૈજ્ઞાનિક સમિતિ દ્વારા સંસ્થાના આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રભાવને આધારે આ પસંદગી કરવામાં આવી હતી.

કોન્ફરન્સમાં મહામહિમ ડો. અબ્દુલ્લા બેલ્હૈફ અલ નુઆઇમી અને મહામહિમ ડો. ખલીફા અલ ઝાહેરીના હસ્તે BAPS હિન્દુ મંદિરના વડા બ્રહ્મવિહારી સ્વામીજીએ આ ગૌરવશાળી પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ પુરસ્કાર એ માત્ર મંદિરનું સન્માન નથી, પરંતુ હજારો સ્વયંસેવકો અને લાખો મુલાકાતીઓના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે.

બ્રહ્મવિહારી સ્વામીજીનું પ્રેરણાદાયી વકતવ્ય
આ વૈશ્વિક મંચ પર પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ 'ભાવિ પરિવાર, શ્રદ્ધા અને ટેકનોલોજી' વિષય પર એક અત્યંત પ્રભાવશાળી મુખ્ય પ્રવચન આપ્યું હતું. આજે જ્યારે સમગ્ર વિશ્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ક્ષમતાઓ પાછળ દોડી રહ્યું છે, ત્યારે સ્વામીજીએ ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો કે, "ટેકનોલોજીના કારણે આપણે કેવા પ્રકારના મનુષ્ય બની રહ્યા છીએ?" તેમણે વિવિધ વૈશ્વિક સંસ્કૃતિઓ સહિત ભારતીય મૂલ્યો જેવા કે 'માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' અને 'વસુધૈવ કુટુંબકમ' ના ઉદાહરણો આપીને સમજાવ્યું કે મજબૂત સમાજનું નિર્માણ મજબૂત પરિવારોથી જ શક્ય છે.

'ઘર સભા' અને ટેકનોલોજીનો સમન્વય
ટેકનોલોજીના આ આધુનિક યુગમાં સંબંધોને જીવંત રાખવા માટે સ્વામીજીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત 'ઘર સભા' નો અદ્ભુત વિચાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જો પરિવારના સભ્યો રોજ માત્ર ૨૦ મિનિટ માટે ડિજિટલ સ્ક્રીન કે સોશિયલ મીડિયાથી દૂર રહીને સાથે બેસે અને સંવાદ કરે, તો પરિવારોના હૃદય એકબીજા સાથે જોડાઈ શકે છે. આ સંદર્ભે તેમણે એક સચોટ સૂત્ર આપતા કહ્યું કે:

"આપણને માત્ર 'AI Powered' (ટેકનોલોજી સંચાલિત) પરિવારોની જરૂર નથી, પરંતુ 'AI Empowered' (ટેકનોલોજીથી સશક્ત અને સંસ્કારયુક્ત) પરિવારોની જરૂર છે!"

નિઃસ્વાર્થ સેવાની વૈશ્વિક સ્વીકૃતિ
BAPS હિન્દુ મંદિર માત્ર એક આધ્યાત્મિક કેન્દ્ર નથી, પરંતુ સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કોવિડ-19 મહામારી અને વર્તમાન વૈશ્વિક કટોકટીના સમયમાં મંદિર દ્વારા કરવામાં આવેલી 'કેર ઇન ક્રાઇસિસ' જેવી નિઃસ્વાર્થ સેવાઓ, તેમજ 'ફેસ્ટિવલ ઓફ હાર્મની' જેવા કાર્યક્રમો દ્વારા ફેલાવવામાં આવેલા શાંતિના સંદેશની આ એવોર્ડ દ્વારા સરાહના કરવામાં આવી છે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવતા વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ BAPS હિન્દુ મંદિર આજે સમગ્ર વિશ્વમાં શાંતિ, એકતા અને માનવ બંધુત્વની નવી મશાલ જગાવી રહ્યું છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post અબુધાબીના BAPS હિન્દુ મંદિરને આંતરરાષ્ટ્રીય મંચ પર મળ્યું પ્રતિષ્ઠિત સન્માન: 'ટોલરન્સ એવોર્ડ 2026' થી નવાજાયું appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews