Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદમાં હવસખોર ભુવાજીનું કાળું કૃત્ય: મૈત્રી કરાર તોડનાર વિધવાને પૈસા આપવાના બહાને ઘરે બોલાવી આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં હવસખોર ભુવાજીનું કાળું કૃત્ય: મૈત્રી કરાર તોડનાર વિધવાને પૈસા આપવાના બહાને ઘરે બોલાવી આચર્યું દુષ્કર્મ

Trishul news 1 week ago

Trishul News Gujarati

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. અહીં મૈત્રી કરાર (લીવ-ઇન રિલેશનશીપ) તોડી નાખ્યા બાદ પણ એક વિધવા મહિલાને તેના ઘરે બોલાવી, તેની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી (Ahmedabad Crime News) શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ મામલે પીડિતાએ હિંમત દાખવીને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી ભુવાજી અર્પિત દેસાઈની ધરપકડ કરી લીધી છે.

સમસ્યાના નિવારણ માટે આવેલી મહિલા પ્રેમજાળમાં ફસાઈ

મળતી વિગતો અનુસાર, આજથી આશરે સાત વર્ષ પહેલાં એક વિધવા મહિલા પોતાની વ્યક્તિગત અને પારિવારિક સમસ્યાઓના નિવારણ માટે ઇસનપુર વિસ્તારમાં ગાદી ચલાવતા 30 વર્ષીય ભુવાજી અર્પિત દેસાઈ પાસે આવી હતી. આ મુલાકાતો દરમિયાન ભુવાજીએ મહિલાને વિશ્વાસમાં લીધી હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી, જે સમય જતાં પ્રેમ સંબંધમાં પરિણમી હતી. ત્યારબાદ બંનેએ પરસ્પર સંમતિથી વર્ષ 2021માં મૈત્રી કરાર કર્યા હતા અને સાથે રહેવા લાગ્યા હતા.

અન્ય સ્ત્રીઓ સાથેના આડા સંબંધો ખુલતા મૈત્રી કરાર તોડ્યો

આ સમયગાળા દરમિયાન ભુવાજી અર્પિત મહિલાને પોતાના ઘરે તેમજ અલગ-અલગ હોટલોમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. મૈત્રી કરારના ચાર વર્ષ વીત્યા બાદ મહિલાની સામે ભુવાજીનું અસલી ચરિત્ર આવ્યું હતું. મહિલાને જાણવા મળ્યું કે અર્પિત દેસાઈના અન્ય સ્ત્રીઓ સાથે પણ અનૈતિક સંબંધો છે. આ બાબત સામે આવતા જ જાગૃત બનેલી વિધવા મહિલાએ તેની સાથેનો મૈત્રી કરાર કાયદેસર રીતે તોડી નાખ્યો હતો અને તેનાથી તદ્દન અલગ થઈ ગઈ હતી.

પૈસાની લેતી-દેતીના બહાને ઘરે બોલાવી આચર્યું કાળું કૃત્ય

સંબંધો ચાલુ હતા તે દરમિયાન મહિલાએ ભુવાજીને આર્થિક જરૂરિયાત હોવાથી ટુકડે-ટુકડે કુલ રૂ. ૩ લાખ આપ્યા હતા, જેની સામે અર્પિત 15,000 રૂપિયાના હપ્તા કરીને મહિલાને પરત ચૂકવતો હતો. ગત 19 જૂનના રોજ આરોપી ભુવાજીએ પોતાના પિતાના મોબાઈલ પરથી મહિલાને ફોન કર્યો હતો અને આ પૈસાની લેતી-દેતી કે અન્ય વાતચીત કરવાના બહાને મળવા માટે પોતાના ઘરે બોલાવી હતી.

રૂમના ઉપરના માળે લઈ જઈ બળજબરી કરી

વિધવા મહિલા જ્યારે ભુવાજીને મળવા તેના ઘરે પહોંચી, ત્યારે આરોપી અર્પિત તેને વાતચીતના બહાને ઘરના ઉપરના માળે લઈ ગયો હતો. ત્યાં તેણે મહિલાની ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું. આ અણધાર્યા બનાવથી પીડિત મહિલા અત્યંત આઘાતમાં સરી પડી હતી. જો કે, તેણે આ આપવીતી પોતાની એક મહિલા મિત્રને જણાવી હતી, જેણે હિંમત આપતાં આખરે ન્યાય માટે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઇસનપુર પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કાયદેસરનો ગુનો નોંધી નરાધમ ભુવાજીની ધરપકડ કરી છે અને તેની કુંડળી ખંગાળવા આગળની તપાસ તેજ કરી છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post અમદાવાદમાં હવસખોર ભુવાજીનું કાળું કૃત્ય: મૈત્રી કરાર તોડનાર વિધવાને પૈસા આપવાના બહાને ઘરે બોલાવી આચર્યું દુષ્કર્મ appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews