Thursday, 03 May, 6.00 am Trishul news

હોમ
બન્ને હાથ ગુમાવનારી આ મોડલ છે વિશ્વ વિખ્યાત

માણસ હાર ન સ્વીકારે ત્યાં સુધી તે પરાજિત થતો નથી. માલવિકા અય્યર એક ઈન્ટરનેશનલ મોટીવેશન સ્પીકર, ડિસેબલ્ડ હક માટે લડનારી એક્ટિવિસ્ટ અને સોશિયલ વર્કમાં પીએચડી સાથે ફેશન મોડલ તરીકે પણ જાણીતી છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, માલવિકા એક દુર્ઘટનામાંથી પસાર થઈ ચૂકી છે. જેમાંથી નીકળીને કોઈપણ વ્યક્તિ માટે નવી લાઈફ શરૂ કરવી મુશ્કેલ બની જાય છે. ઘર પાસે પડેલા ગ્રેનેડે વિખેરી હતી ઝિંદગી..

તમિલનાડુના કુમબાકોનમમાં જન્મેલી માલવિકાનો ઉછેર રાજસ્થાનના બિકાનેરમાં થયો હતો. તે માત્ર 13 વર્ષની ઉંમરે એક ભયાનક દુર્ઘટનાનો શિકાર બની હતી. તેના ઘર પાસેથી એક ગ્રેનેડ મળ્યું હતું. કહેવામાં આવે છે કે, નજીકના એક એમુનેશન ડેપોમાં આગ લાગવાને કારણે તેના શેલ વિખરાયા હતા.

આ ગ્રેનેડ માલવિકાના હાથમાં જ ફાટ્યો, જેને લઈને તેના બન્ને પગમાં ફ્રેક્ચર્સ અને નર્વ સિસ્ટમ ડેમેજ થઈ ગઈ. જેની સારવાર માટે તેણે ચેન્નઈની એક હોસ્પિટલમાં બે વર્ષ સુધી રહેવું પડ્યું હતું. આ દરમિયાન તેને મલ્ટીપલ ગ્રાફ્ટિંગ સહિત અનેક સર્જરીમાંથી પસાર થવું પડ્યું. તેની હાલત એટલી ખરાબ હતી કે, તે ચાલી શકતી પણ નહોતી. આમ છતાં તેણે પોતાને બદલી અને ડિસેબલ સુપર વુમન બનીને સામે આવી.

માલવિકા ઐયરની જિંદગી ઘણાં બાળકોને ઈર્ષા આવે એવી રીતે પસાર થઈ રહી હતી. તામિલનાડુના કુંભકોણમના વતની બી. ક્રિશ્નને તેમની પત્ની હેમા સાથે રાજસ્થાનના બિકાનેરમાં ઘર વસાવ્યું હતું. તેમને વોટર વર્કસ ડિપાર્ટમેન્ટ્સમાં એંજિનિયર તરીકે નોકરી મળી હતી. તેમની બદલી થતી રહેતી હતી એટલે તેઓ રાજસ્થાનનાં જુદાં-જુદાં શહેરોમાં રહેતા હતા અને તેમની પત્ની હેમા અને બે દીકરી કાદંબરી અને માલવિકા બિકાનેરમાં રહેતા હતા.

માલવિકા આખો દિવસ તેની ઉંમરનાં બાળકો સાથે ધમાલ-મસ્તી કરતી રહેતી. તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી. વહેતા ઝરણા જેવી, ચંચળ અને રમતિયાળ માલવિકા પાડોશીઓની અને ટીચર્સની પણ લાડકી હતી.

પણ 26 મે. 2002ના દિવસે માલવિકાના જીવનમાં એક ભયાનક વળાંક આવી ગયો.

માલવિકાના એક જિન્સ પેન્ટ્નું ખિસ્સું ફાટી ગયું હતું. માલવિકાએ વિચાર્યું કે એ ફેવિકોલથી ચીપકાવી દઉ. તેણે ફેવિકોલ લગાવ્યા પછી પેન્ટના ખિસ્સા પર કશુંક વજન મૂકવાનું વિચાર્યું, જેથી ફાટેલું ખિસ્સું બરાબર ચીપકી જાય.

માલવિકા કશીક વજનદાર ચીજ શોધવા માટે તેના ઘરની પાછળના તેમના ગેરેજમાં ગઈ. ત્યાંથી તે કોઈ વજનદાર વસ્તુ ઉઠાવી લાવી. તેને ખબર નહોતી કે તેના ઘરથી થોડે દૂર આવેલા લશ્કરના શસ્ત્રાગારમાં થોડા મહિનાઓ અગાઉ વિસ્ફોટ થયો ત્યારે ઘણા હેન્ડ ગ્રેનેડ ઉછળીને આજુબાજુના વિસ્તારોમાં ફેંકાયા હતા. માલવિકા ભારે વસ્તુ સમજીને ઉઠાવી લાવી હતી એ એમાંનો એક હેન્ડ ગ્રેનેડ જ હતો. તેણે જેવો એ હેન્ડ ગ્રેનેડ જિન્સના પેન્ટ પર મૂક્યો એ સાથે જ એ પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટ્યો અને માલવિકા બેહોશ થઈ ગઈ.

માલવિકા હોશમાં આવી ત્યારે તેણે ખબર પડી કે તે પોતાના બંને હાથ ગુમાવી ચૂકી હતી. તેના પગમાં પણ ફ્રેક્ચર્સ થયા હતા અને તેણે આંશિક પેરેલિસિસ થઈ ગયો હતો.

હસતી-ખેલતી માલવિકાની જિંદગી 180 ડિગ્રી પર બદલાઈ ગઈ. તે અઢાર મહિના સુધી હૉસ્પિટલમાં રહી એ પછી કાખઘોડીની મદદથી ધીમેધીમે ચાલતી થઈ.

એ દિવસોમાં માલવિકા સ્વાભાવિક રીતે હતાશા અનુભવતી હતી, પણ તેણે નક્કી કર્યું કે મારે ફરી ઊભા થવું છે. તેણે પહેલા ચાલવાનું શરૂ કર્યું, પછી પગથિયાં ચડવાનું શરૂ કર્યું. એ પછી તેણે કૃત્રિમ હાથની મદદથી બધાં કામો કરવાની કોશિશ કરવા માંડી.

ઝિંદગીને ફરીવાર શરૂ કરવાનો નિશ્ચય કર્યા બાદ પહેલા ચેન્નઈ SSLC એક્ઝામિનેશનમાં પ્રાઈવેટ કેન્ડીડેટ તરીકે ભાગ લીધો. તેમાં તેણે લખવા માટે આસિસ્ટન્ટની મદદ લેવી પડી. આ દરમિયાન તેની મહેનતની ચર્ચા એટલી તો ચાલી કે, તે જમાનાના રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને મળવા માટે રાષ્ટ્રપતિ ભવનામાં આમંત્રિત કરવામાં આવી.

એ પછી તો માલવિકાએ દિલ્હીની સ્ટીફન કોલેજમાંથી એમ.એ. અને ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી એમ.ફીલ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. ત્યાર બાદ તે મોટીવેશનલ સ્પીકર બની. તેણે દેશમાં અને વિદેશમાં પ્રેરણાત્મક પ્રવચનો આપવાનું શરૂ કર્યું. માલવિકા અત્યાર સુધીમાં અમેરિકા, દક્ષિણ કોરિયા, નોર્વે અને ઈંડોનેશિયામાં પ્રવચનો આપી ચૂકી છે. આ ઉપરાંત તે એક એક્ટિવિસ્ટ તરીકે પણ કાર્યરત છે.

માલવિકાના જીવન પરથી ફરી વખત કહેવાનું મન થાય છે કે માણસ જ્યાં સુધી પોતે ન સ્વીકારી લે ત્યાં સુધી તેની હાર થતી નથી. અથવા તો જ્યાં સુધી માણસ હાર ન સ્વીકારે ત્યાં સુધી તેનામાં ફરી ઊભા થવાની શક્યતાઓ ખતમ થતી નથી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Trishulnews
Top