Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાત સરકારનો નિર્ણય: વિદ્યાર્થીને પરીક્ષા વગર પાસ કરી દેવા આવશે - જાણો વિગતે

ગુજરાત સરકારનો નિર્ણય: વિદ્યાર્થીને પરીક્ષા વગર પાસ કરી દેવા આવશે - જાણો વિગતે

Trishul news 6 years ago
TrishulNews.com

હાલમાં કોરોનાને લીધે રાજ્યની તમામ સ્કૂલો 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે અને પરીક્ષાઓ પાછી ઠેલાય તેમ છે. જેને લીધે નવુ સત્ર પણ મોડુ શરૂ થાય તેમ છે. જેને પગલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે 18 માર્ચ એટલે કે આજે બેઠક કરીને સરકારને ધો.1 થી 9માં માસ પ્રમોશન આપી પરીક્ષા વગર પાસ કરી દેવા અને નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલની જગ્યાએ જુન કે જુલાઈથી શરૂ કરી દેવામાં આવે તેવું નક્કી કર્યુ છે.

કોરોના વાઈરસના કારણે યુપી સરકારે વિદ્યાર્થીઓમાટે મોટો નિર્ણય લીધો છે. ધોરણ 8 સુધીના દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરીને આગળના ધોરણમાં મોકલી દેવામાં આવશે. યુપીના ચિફ સેક્રેટરી રેનુકા કુમાર દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્યની તમામ પરીક્ષા રદ્દ કરી દીધી છે. શૈક્ષણિક સંસ્થા 2 એપ્રિલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આજે યોજાયેલી શાળા સંચાલક મહામંડળની બેઠકમાં નક્કી કરવામા આવ્યુ છે કે, કોરોના વાયરસ અને આગામી સંભવિત પ્રભાવને ધ્યાને રાખીને જરૂર જણાય તો રાજ્યની શાળાઓમાં લેવાય ગયેલ અર્ધવાર્ષિક અને યુનિટ પરીક્ષાઓના આધારે ધો.1 થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી એટલે કે વાર્ષિક પરીક્ષા વગર જ પાસ કરીને આગળના વર્ગમાં મોકલી દેવામા આવે તેવી સરકારને રજૂઆત કરવી.

આ બેઠકમાં નક્કી કરવામા આવ્યુ છે કે COVID-19, કોરોના વાયરસ અને આગામી સંભવિત અસરને ધ્યાને રાખીને જરૂર જણાય તો રાજ્યની શાળાઓમાં લેવાય ગયેલ અર્ધવાર્ષિક અને યુનિટ પરીક્ષાઓના આધારે ધો.1 થી 9 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી એટલે કે વાર્ષિક પરીક્ષા વગર જ પાસ કરીને આગળના વર્ગમાં મોકલી દેવામા આવે તેવી સરકારને રજૂઆત થઇ હતી.

મળતી માહિતી પ્રમાણે, સ્કૂલો 30 માર્ચથી ખુલ્યા બાદ આગળની પરિસ્થિતિને અનુરૂપ પરીક્ષાઓ યોજવી અને કેટલી મોડી યોજવી તેને લઈને પણ અનિશ્ચિતતા હોવાથી તથા પરિણામ પણ તાકીદે આપવા તથા ધો.5 અને 8માં નાપાસ થતા વિદ્યાર્થીઓની પુન:પરીક્ષા લેવા સહિતના અનેક પ્રશ્નો હોવાથી નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલને બદલે ઉનાળુ વેકેશન બાદ એટલે કે અગાઉની જેમ જુનમાં જ અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ શરૂ કરવા માટે માંગ કરવી.

વિદ્યાર્થીઓના કેરિયરની મજાક: બોર્ડની ઉત્તરવહી હાઇવે પર ઉડતી જોવા મળી

https://play.google.com/store/apps/details?id=com.trishul.news



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews