Trishul News Gujarati
Surat Udaipur Vande Bharat:ડાયમંડ સિટી સુરતને આખરે પોતાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી ગઈ છે. રેલવે મંત્રાલયે સુરત અને રાજસ્થાનના ઉદયપુર (લેક સિટી) વચ્ચે ૮ કોચવાળી આ પ્રીમિયમ ટ્રેન દોડાવવા સત્તાવાર (Surat Udaipur Vande Bharat)મંજૂરી આપી દીધી છે. નવરાત્રિ પહેલાં આ ટ્રેન પાટા પર દોડતી થઈ જવાની સંભાવના છે, જે ગુજરાતને મળેલી કુલ છઠ્ઠી વંદે ભારત ટ્રેન છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતથી રાજસ્થાન જતા વેપારીઓ અને પ્રવાસીઓની મુસાફરી હવે વધુ ઝડપી અને આરામદાયક બનશે.
ટ્રેન સંચાલન અને ફેરફારોની મુખ્ય વિગતો:
સમયપત્રક: આ ટ્રેન અઠવાડિયામાં ૬ દિવસ દોડશે. દર મંગળવારે મેન્ટેનન્સ માટે ટ્રેનનું સંચાલન બંધ રહેશે.
મેન્ટેનન્સ અને સુવિધા: ટ્રેનનું પ્રાથમિક મેન્ટેનન્સ સુરત ખાતે જ કરવામાં આવશે. જ્યારે મુસાફરી દરમિયાન વડોદરા અને અમદાવાદના અસારવા સ્ટેશન પર વોટરિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે.
જૂની ટ્રેન કાયમી ધોરણે રદ: આ નવા રૂટની મંજૂરી સાથે જ રેલવે બોર્ડે અગાઉ ચાલતી ઉદયપુર સિટી-અસારવા વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 26963/26964) કાયમી ધોરણે બંધ કરી દીધી છે. વાસ્તવમાં, અસારવાવાળા આ જૂના રૂટને જ અપગ્રેડ કરીને સુરત સુધી લંબાવવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

