Trishul News Gujarati
Chhatarpur Lightning Strike:મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પાલી ગામમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બકસ્વાહા પોલીસ સ્ટેશનની માહિતી અનુસાર, ગ્રામ પાલીમાં આકાશી વીજળી પડવાથી બે ખેડૂતોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુઃખદ ઘટનાથી (Chhatarpur Lightning Strike) માત્ર તેમના પરિવારને જ ફટકો નથી પડ્યો, પરંતુ ગામમાં પણ માતમ છવાઈ ગયો છે.
અહીં અચાનક થયેલા ભારે વરસાદ દરમિયાન ખરીફ પાકના બીજને બચાવવાનો પ્રયાસ કરી રહેલા બે ખેડૂતોના વીજળી પડવાથી મોત થયા છે. દુર્ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.
વીજળી પડવાથી 2 ખેડૂતોના મોત
માહિતી મુજબ, પાલી ગામના ચાર ખેડૂતો ખેતરમાં ખરીફ પાકની વાવણી કરી રહ્યા હતા, ત્યારે અચાનક હવામાન બદલાયું અને ભારે વરસાદ શરૂ થઈ ગયો. બીજ બગડી જવાની ચિંતામાં જુગ્ગન યાદવ અને રાજુ લોધી તેને ઢાંકવા માટે તાડપત્રી પાથરવા લાગ્યા. તે જ વખતે બંને પર સીધી વીજળી પડી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ત્યાં હાજર એક સાથી ખેડૂતે જણાવ્યું કે હવામાન અચાનક બદલાયું અને ભારે વરસાદ શરૂ થઈ ગયો, જ્યારે તેઓ બીજને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ વીજળી પડી અને ગણતરીની પળોમાં બંને ખેડૂતોએ જીવ ગુમાવ્યો.
મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ બંને ખેડૂતોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મૃતકોના પરિવારોની રડી-રડીને ખરાબ હાલત છે અને આખા ગામમાં શોકનો માહોલ છે. આ અગાઉ ઉલ્દન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરી ચરાવી રહેલા ખેડૂત ભારત સિંહ કુશવાહાનું પણ વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. ત્યાં હાજર લોકોએ ખેડૂતનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે આસપાસના ખેતરોમાં ગામના કેટલાક લોકો પણ હાજર હતા, જેઓ પોતાનું કામ કરી રહ્યા હતા. વીજળી પડતાં જ તેઓએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો, પરંતુ ભારત સિંહનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
The post હૈયું વલોવી નાખતી દુર્ઘટના: મધ્યપ્રદેશમાં કાળ બનીને ત્રાટકી આકાશી વીજળી, 2 ખેડૂતોના કમકમાટીભર્યા મોતથી કલ્પાંત appeared first on Trishul News Gujarati.

