Trishul News Gujarati
Surat Crime News:સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી મોપેડ પર પસાર થઈ રહેલા 48 વર્ષીય જાણીતા જમીન દલાલ અને બિલ્ડર ફૈઝલ ફટ્ટાની અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. હુમલાખોરોએ કોઈ પણ વાતચીત કર્યા વિના (Surat Crime News) ફૈઝલભાઈના પેટ, છાતી અને જમણા હાથ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.
ગંભીર રીતે લોહીલુહાણ થયેલા બિલ્ડરને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
હવાલા કૌભાંડી અફરોઝ ફટ્ટા સાથે કનેક્શન
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ફૈઝલ ફટ્ટા વર્ષ 2014ના બહુચર્ચિત હવાલા કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના આરોપી અફરોઝ ફટ્ટાના દૂરના સંબંધી હતા. જોકે, તેમના પરિવારે ભૂતકાળમાં કોઈ ધમકી મળી હોવાનો કે કોઈની સાથે અંગત દુશ્મનાવટ હોવાનો ઇનકાર કર્યો છે. હાલમાં હત્યા પાછળ જમીન-મિલકતનો વિવાદ, આર્થિક લેવડદેવડ કે જૂની અદાવત કારણભૂત છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.
હદ નક્કી કરવા ૩ પોલીસ સ્ટેશન વચ્ચે 40 મિનિટ મથામણ
જાહેર માર્ગ પર થયેલી આ ગંભીર ઘટના બાદ રાંદેર, ચોકબજાર અને લાલગેટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરંતુ ગુનાવાળી જગ્યા કયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તે નક્કી કરવા માટે ત્રણેય પોલીસ સ્ટેશનના સ્ટાફ વચ્ચે 40 મિનિટ સુધી માથાકૂટ ચાલી હતી. અંતે ઘટનાસ્થળ ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોવાની પુષ્ટિ થતાં, ચોકબજાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

