Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઇન્ડોનેશિયાની ગજબ 'નિન્જા ટેકનિક': ચોરોનું એવું 'પાર્સલ' બનાવ્યું કે પોલીસ પણ કન્ફ્યુઝ થઈ ગઈ કે આ ગુનેગાર છે કે ગિફ્ટ!

ઇન્ડોનેશિયાની ગજબ 'નિન્જા ટેકનિક': ચોરોનું એવું 'પાર્સલ' બનાવ્યું કે પોલીસ પણ કન્ફ્યુઝ થઈ ગઈ કે આ ગુનેગાર છે કે ગિફ્ટ!

Trishul news 1 week ago

Trishul News Gujarati

Indonesia Viral News:ઇન્ડોનેશિયાથી એક ખૂબ જ આશ્ચર્યજનક અને અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વારંવાર થતી ચોરીઓથી કંટાળીને મકાન માલિક અને સ્થાનિક (Indonesia Viral News)લોકોએ ચોરોને પાઠ ભણાવવા માટે એક એવી રીત શોધી કાઢી જેની ચર્ચા હવે સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયામાં થઈ રહી છે. પોલીસની નિષ્ક્રિયતાથી પરેશાન થઈને જ્યારે લોકોએ જાતે જ કાયદો પોતાના હાથમાં લીધો, ત્યારે તેમણે ચોરોને માત્ર પકડ્યા જ નહીં, પરંતુ તેમને 'મમી'ની જેમ ડક્ટ ટેપથી લપેટી દીધા.

ચોર કેવી રીતે રંગે હાથે ઝડપાયા?

આ સમગ્ર ઘટના કથિત રીતે ઇન્ડોનેશિયાના જાવાના એક રહેણાંક વિસ્તારની છે, જ્યાં ચાર ચોર એક દુકાનમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. મકાન માલિકે પડોશીઓ સાથે મળીને પહેલેથી જ જાળ બિછાવી રાખી હતી. જેવો ચોરોએ હાથ સાફ કરવાનો પ્રયાસ કર્યો કે, રાતના અંધારામાં સ્થાનિક લોકોએ તેમને રંગે હાથે દબોચી લીધા.

ડક્ટ ટેપથી બનાવ્યા 'ટિન્કી વિન્કી'

પરંતુ ચોરોને પકડ્યા બાદ રહીશોએ જે કર્યું, તેણે સૌને ચોંકાવી દીધા. ચોર ભાગી ન શકે તે માટે લોકોએ તેમને માથાથી પગ સુધી ચમકતા નારંગી રંગની ડક્ટ ટેપથી સંપૂર્ણપણે બાંધી દીધા. હાલત એવી થઈ ગઈ કે ચોરોનું હલનચલન પણ બંધ થઈ ગયું. સોશિયલ મીડિયા પર લોકો મજાકિયા અંદાજમાં કહી રહ્યા છે કે મકાન માલિકે ચોરોને ટીવી સિરીઝ Teletubbies ના પ્રખ્યાત કાર્ટૂન કેરેક્ટર 'ટિન્કી વિન્કી' અને તેના મિત્રોના માનવ સ્વરૂપમાં બદલી દીધા, કારણ કે ટેપથી તેમના માથા પર નકલી કાન પણ બનાવવામાં આવ્યા હતા.

સાચું કે ખોટું? ઇન્ટરનેટ પર છેડાઈ ચર્ચા

જોકે, આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે ચોરોને ભાગતા રોકવા માટે આ એક ખૂબ જ સુરક્ષિત અને અસરકારક રીત હતી. કોઈપણ પ્રકારની મારઝૂડ વિના ચોરોને કાબૂમાં કરવા તે પ્રશંસાને પાત્ર છે. તો બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે આ કાયદાની હદ પાર કરવા સમાન છે અને કોઈપણ વ્યક્તિને આ રીતે જાહેરમાં અપમાનિત ન કરવા જોઈએ. જોકે, ચોરોના આ 'મમી લુક' વાળા વીડિયોએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post ઇન્ડોનેશિયાની ગજબ 'નિન્જા ટેકનિક': ચોરોનું એવું 'પાર્સલ' બનાવ્યું કે પોલીસ પણ કન્ફ્યુઝ થઈ ગઈ કે આ ગુનેગાર છે કે ગિફ્ટ! appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews