Trishul News Gujarati
Jaipur Hit And Run:રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજમેર રોડ પર આવેલા 200 ફીટ બાયપાસ પાસે એક (Jaipur Hit And Run)બેકાબૂ બનેલા પૂરપાટ ઝડપે દોડતા ટ્રાલાએ રોડ કિનારે સામાન વેચીને ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારને કચડી નાખ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં ત્રણ નિર્દોષ બાળકો અને તેમના પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાળકોની માતા ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રાલા ચાલક ભારે ઝડપે અજમેર રોડ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક તેણે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલો ટ્રાલો રોડ કિનારે લગાવેલી ડિવાઈડરની રેલિંગ તોડીને આશરે 100 મીટર સુધી આગળ ઘસડાયો હતો અને ફૂટપાથ પર ફુગ્ગા તેમજ અન્ય નાનો-મોટો સામાન વેચી રહેલા પરિવાર પર ફરી વળ્યો હતો.
અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કર લાગતા જ ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની તીવ્રતાના કારણે મૃતકોના મૃતદેહના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા અને લાશ નજીકના નાળામાં જઈ પડ્યા હતા. ત્રણ માસૂમ બાળકો અને તેમના પિતાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો, જ્યારે ગંભીર રીતે ઘાયલ માતાને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના સ્થાનિક લોકો તરત જ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ટ્રાલા ચાલક પોતાના વાહનને ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે હાલ ટ્રાલાને કબજે કરીને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં અકસ્માત પાછળ ચાલકની બેદરકારી અને વાહનની અતિશય ઝડપ હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંફોસીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
The post જયપુરમાં હૃદયદ્રાવક હિટ એન્ડ રન: બેકાબૂ ટ્રેલરે ફૂટપાથ પર રહેતા પરિવારને કચડ્યો, 3 માસૂમ બાળકો સહિત પિતાનું મોત appeared first on Trishul News Gujarati.

