Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જેના માટે પતિ છોડ્યો તે જ પ્રેમી કાળ બન્યો! વોટ્સએપ ચેટ ન બતાવતા પ્રેમિકાની હત્યા કરી લાશના ત્રણ ટુકડા કર્યા

જેના માટે પતિ છોડ્યો તે જ પ્રેમી કાળ બન્યો! વોટ્સએપ ચેટ ન બતાવતા પ્રેમિકાની હત્યા કરી લાશના ત્રણ ટુકડા કર્યા

Trishul news 1 week ago

Trishul News Gujarati

Jaunpur Murder Case:ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ જે પ્રેમી માટે પોતાનું ઘર-પરિવાર અને પતિને છોડ્યા, આખરે તે જ પ્રેમી (Jaunpur Murder Case)તેનો કાળ બન્યો. માત્ર મોબાઈલમાં વોટ્સએપ ચેટ બતાવવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે પ્રેમીએ પ્રેમિકાની નિર્મમ હત્યા કરી નાખી.

જૌનપુરના મડિયાહૂ વિસ્તારમાં શનિવારે રાત્રે આરોપી હેમલ ખખરિયા ઉર્ફે દિલીપે તેની લિવ-ઈન પાર્ટનર રેશમા ખાતૂન ઉર્ફે સનાની ઊંઘમાં જ ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યાનું કારણ માત્ર એટલું જ હતું કે રેશમાએ હેમલને તેના મોબાઈલની વોટ્સએપ ચેટ બતાવવાનો ઇનકાર કર્યો હતો, જેનાથી ઉશ્કેરાઈને હેમલે આ ક્રૂર પગલું ભર્યું હતું.

લાશના ત્રણ ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંક્યા

પોતાનો ગુનો છુપાવવા અને યુવતીની ઓળખ ન થાય તે માટે આરોપી હેમલે બજારમાંથી કાળી પ્લાસ્ટિકની થેલીઓ ખરીદી હતી. ત્યારબાદ તેણે મોટા છરા વડે રેશમાના શબના ત્રણ ટુકડા કરી નાખ્યા હતા. તેણે લાશના ધડને રાનીપુર બાયપાસ પાસે અને શરીરના બાકીના ભાગોને રામનગર બ્લોક મોડ પાસે આવેલી પુલિયા નજીક ફેંકી દીધા હતા. રવિવારે સવારે ધડ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પતિને છોડીને પ્રેમી પાસે આવી હતી રેશમા

મૂળ ગુજરાતના ભાવનગરનો વતની આરોપી હેમલ ખખરિયા હાલ જૌનપુરની ટીચર્સ કોલોનીમાં રહેતો હતો. અંદાજે બે મહિના પહેલા તેની મુલાકાત રેશમા સાથે થઈ હતી. રેશમા પોતાના પતિને છોડીને હેમલ સાથે રહેવા આવી ગઈ હતી, એટલું જ નહીં તેણે હેમલને જૌનપુર બોલાવીને ત્યાં નોકરી પણ અપાવી હતી. ગત 4 જુલાઈના રોજ જ હેમલ તેને વારાણસીના બાબતપુરથી પોતાના રૂમ પર લાવ્યો હતો.

પુરાવાનો નાશ કરવા જતાં પોલીસ સાથે મુઠભેડ

જ્યારે હેમલને ખબર પડી કે પોલીસે બાયપાસ પરથી લાશનું ધડ કબજે કર્યું છે, ત્યારે તે ઓળખ થઈ જવાના ડરથી લાશના બાકીના ભાગોને છુપાવવા માટે મોડી રાત્રે ફરી નીકળ્યો હતો. જોકે, મડિયાહૂ પોલીસ અને સીઓ વિજય ચૌધરીની ટીમે પહેલેથી જ નાકાબંધી કરી રાખી હતી. પોલીસથી ઘેરાયેલા આરોપીએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના જવાબમાં પોલીસે કરેલા ક્રોસ ફાયરિંગમાં આરોપીના જમણા પગમાં ગોળી વાગી હતી અને પોલીસ તેને ઝડપી પાડ્યો હતો.

પતિએ કરી ઓળખ, અન્ય લોકોની સંડોવણીની શંકા

હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. બીજી તરફ, મૃતક રેશમાના પતિ રહીમ ખાને શબના ટુકડા જોઈને તેની ઓળખ કરી હતી. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે આ ઘાતકી હત્યાકાંડમાં હેમલ સિવાય અન્ય પાંચ લોકો પણ સામેલ હતા, જે દિશામાં પોલીસ હાલ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post જેના માટે પતિ છોડ્યો તે જ પ્રેમી કાળ બન્યો! વોટ્સએપ ચેટ ન બતાવતા પ્રેમિકાની હત્યા કરી લાશના ત્રણ ટુકડા કર્યા appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews