Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાર્ટિયર અને ટિફનીના નામે છેતરપિંડી! US કસ્ટમ્સે 30 કરોડની ડુપ્લીકેટ જ્વેલરી અને હેન્ડબેગ્સ પકડી પાડી

કાર્ટિયર અને ટિફનીના નામે છેતરપિંડી! US કસ્ટમ્સે 30 કરોડની ડુપ્લીકેટ જ્વેલરી અને હેન્ડબેગ્સ પકડી પાડી

Trishul news 1 week ago

Trishul News Gujarati

US Customs Seizure:અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) વિભાગે હોંગકોંગથી જ્યોર્જિયા મોકલવામાં આવેલા ડુપ્લીકેટ દાગીનાનું મોટું કૌભાંડ (US Customs Seizure)ઝડપી પાડ્યું છે. આ જ્વેલરી અસલી હોત તો તેની બજાર કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા ($3.7 મિલિયન) થતી હોવાનું સામે આવ્યું છે.

ઇન્ડિયાનાપોલિસના અધિકારીઓએ શંકાસ્પદ પાર્સલની ઝીણવટભરી તપાસ કરતાં કાર્ટિયર, ટિફની એન્ડ કંપની અને વોન ક્લીફ એન્ડ આર્પેલ્સ જેવી વૈશ્વિક બ્રાન્ડ્સના નામે 875 નંગ ઈયરિંગ્સ, બ્રેસલેટ્સ, નેકલેસ અને 5 ડિઝાઇનર હેન્ડબેગ્સ મળી આવ્યા હતા.

સીબીપીના ટ્રેડ નિષ્ણાતોની ઊંડાણપૂર્વકની તપાસમાં આ તમામ વસ્તુઓ નકલી હોવાનું સાબિત થયું હતું.

પોર્ટ ડિરેક્ટર બ્રેટ મુલરે જણાવ્યું હતું કે એજન્સીના અધિકારીઓ ડુપ્લીકેટ સામાન ઓળખવામાં નિપુણ છે અને બૌદ્ધિક સંપદાના ઉલ્લંઘનને રોકવા માટે સતત સક્રિય છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠિત અપરાધની કમાણી પર રોક લગાવવાનો અને નાગરિકોને જોખમી નકલી ચીજવસ્તુઓથી બચાવવાનો છે.

ચીન અને હોંગકોંગથી આવતા આ પ્રકારના શિપમેન્ટ્સ અગાઉ પણ પકડાયા છે. સરકારી આંકડા મુજબ, હેન્ડબેગ્સ, ઘડિયાળો, જ્વેલરી, કપડાં અને ઇલેક્ટ્રોનિક્સ સૌથી વધુ નકલી બનાવવામાં આવે છે. માત્ર વર્ષ 2025 દરમિયાન જ એજન્સીએ અસલી ગણીએ તો અંદાજે 60 હજાર કરોડ રૂપિયા ($7.3 બિલિયન) થી વધુ કિંમતના 7.9 કરોડ નકલી ઉત્પાદનો જપ્ત કર્યા છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews