Saturday, 11 Jul, 4.32 pm Trishul news

હોમ
કિમ જોંગની બહેને અમેરિકાને આપ્યો દીધો જોરદાર ઝાટકો જાણો વિગતવાર.

ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગના હવાલાથી પરમાણુ કૂટનીતિને સક્રિય રાખવા માટે અમેરિકા દ્વારા નોંધપાત્ર છૂટ આપવાના વચનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "પરંતુ સાથો સાથ તમને ખબર નથી હોતી કે કયારે શું થઇ જાય."

તેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના કોરિયા બાબતોના ઉચ્ચ અધિકારીઓ એશિયામાં છે. નાયબ વિદેશ પ્રધાન સ્ટીફન બીગન સિઓલમાં દક્ષિણ કોરિયાના અધિકારીઓની મુલાકાત બાદ જાપાનની મુલાકાતે આવ્યા છે. સિઓલમાં, તેમણે ઉત્તર કોરિયાના વરિષ્ઠ પરમાણુ વાર્તાકાર પર જૂની વિચારસરણીને વળગી રહેવાનો આરોપ મૂક્યો છે. તેમની ટિપ્પણીઓ સૂચવે છે કે ઉત્તર કોરિયાનું દબાણ હોવા છતાંય અમેરિકા વાર્તાને પુન:સ્થાપિત કરવાને બદલે પ્રતિબંધોમાં છૂટ છાટ આપવા માંગતું નથી.

કિમ યો જોંગે કહ્યું, "કંઈપણ આશ્ચર્યજનક હોઈ શકે છે અને તે બે ટોચના નેતાઓના નિર્ણય પર આધારિત છે." કિમ જોંગ ઉનનીની બહેને કહ્યું કે જો શિખર વાર્તાની જરૂર હોય તો તે યુ.એસ.ની જરૂરિયાત છે. જ્યારે ઉત્તર કોરિયા માટે તે 'અવ્યવહારુ છે અને તેનાથી અમારો કોઈ ફાયદો નથી.' કિમ યો જોંગ ની બહેન તેના ભાઈની વિશ્વાસપાત્ર છે અને તાજેતરમાં તે ઉત્તર કોરિયાના મામલામાં ખૂબ જ સક્રિય રહી છે.

  • જે સુનિતા યાદવના સમર્થનમાં અસંખ્ય લોકો આવ્યા તે કેમ જાહેરમાં નથી આવી રહી?
  • હોસ્પિટલે એમ્બ્યુલન્સ ન આપી, રીક્ષામાં લાશ લઇ જવા પરિવાર બન્યો મજબુર
  • અનુપમ ખેરના પરિવારમાં કોરોના, માતા અને ભાઈ સહિત 4 લોકો પોઝીટીવ
  • Dailyhunt
    Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Trishulnews
    Top