હોમ
મોટા સમાચાર: રાજ્યમાં 1 જુનથી તમામ શાળાઓ ખોલવાનો નિર્ણય. જાણો વિગતે

દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે સ્કૂલ કોજેલ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ પણ આપ્યો હતો. પરંતુ હવે ઝારખંડ સરકાર એક શાળા ખોલવાની તૈયારી કરી રહી છે ઝારખંડ સરકારે 1 જૂનથી રાજ્યની શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે, શાળાનો સમય પણ બદલાયો છે, ઝારખંડ સરકારે અભ્યાસનો સમય બે કલાક વધારી દીધો છે, જેના કારણે હવે અભ્યાસ 5 કલાક નહીં પણ 7 કલાક કરવામાં આવશે. રાજ્યના આ નિર્ણયથી આટલા મહિના બંધ રહેલું શિક્ષણ જગત ફરી એવાર ચાલુ થશે અને બાળકો શાળાએ જતા ચાલુ થશે.
આ ઉપરાંત શનિવારે હાફ-ડે પણ થશે, શિક્ષણ પ્રધાન જાગરનાથ મહતોએ કહ્યું કે, 1 જૂનથી રાજ્યની તમામ શાળાઓ ખોલવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય 31 મેના રોજ કોરોના ચેપની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.