Trishul News Gujarati
Truck Viral Video:જો તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વિટર પર થોડા પણ એક્ટિવ હોવ, તો તમે અવારનવાર એવા વીડિયો જોયા જ હશે જે ક્યારેક હસાવે, ક્યારેક ચોંકાવે તો ક્યારેક (Truck Viral Video) રુંવાડા ઉભા કરી દે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રક ડ્રાઇવરના ખતરનાક કારનામાએ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે.
આ સમગ્ર ઘટના આગળ જઈ રહેલી એક ટ્રકના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઓવરટેક કરવાના ચક્કરમાં મોતના મોંમાંથી નીકળ્યો ટ્રક
કેમેરા ફૂટેજમાં જોઈ શકાય છે કે પાછળથી એક અન્ય ટ્રક ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો. આ ટ્રક આગળ વાળા વાહનને ઓવરટેક કરવાની ફિરાકમાં હતો. પરંતુ, જેવો તેણે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ સામેથી પણ એક બીજી ટ્રક આવી ગઈ. સામાન્ય રીતે આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ બ્રેક મારી દે અથવા ગાડીની સ્પીડ ધીમી કરી નાખે. પરંતુ આ ડ્રાઇવરે જે કર્યું તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા.
ત્રણેય ટ્રક એક જ લાઈનમાં આવી ગયા અને…
ડ્રાઇવરે બ્રેક મારવાને બદલે પોતાની સ્પીડ ચાલુ રાખી અને ભારે જોખમ લઈને ટ્રકને બરાબર બંને ટ્રકોની વચ્ચેથી સ્પીડમાં નીકાળી દીધો. એટલે કે, સામેથી આવતો ટ્રક, આગળ જતો ટ્રક અને આ ડ્રાઈવર પોતે… ત્રણેય વાહનો એક જ લાઈનમાં આવી ગયા હતા. કટ મારતી વખતે દ્રશ્યો એટલા ભયાનક હતા કે ઓવરટેક કરનાર ટ્રકના વ્હીલ પહેલા ડાબી બાજુથી હવામાં ઉંચકાયા અને પછી જમણી બાજુથી!
ફિલ્મી સીન જેવો રોમાંચ, પણ રિયલ લાઈફમાં મોતનો ખેલ: હાઈવે પર બનેલી આ ઘટનામાં ટ્રક પલટતા-પલટતા માંડ બચ્યો હતો. જો એક સેકન્ડની પણ મોડું થયું હોત તો મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 'Suman Rastogi' નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
વીડિયો જોઈને લોકોએ ડ્રાઈવરને કર્યો જોરદાર ટ્રોલ
આ વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સ (યુઝર્સ) ડ્રાઈવર પર ગુસ્સે ભરાયા છે અને કમેન્ટ્સમાં તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે. કોઈ યુઝરે લખ્યું કે, "ભાઈ, આ સ્ટંટ છે કે મોતનું આમંત્રણ?", તો કોઈએ લખ્યું કે, "આવા બેજવાબદાર લોકોના કારણે જ હાઈવે પર અકસ્માતો થાય છે."
જો કે, કેટલાક લોકો ડ્રાઈવરના નસીબના પણ વખાણ કરી રહ્યા છે કે આટલા જોખમી કટ પછી પણ ટ્રક પલટ્યો નહીં. જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, "સાચું કહીએ તો આ વીડિયો જોઈને એક પળ માટે દિલના ધબકારા વધી જાય છે. જાણે કોઈ ફિલ્મનો સીન હોય તેવું લાગે છે, પણ આ વાસ્તવિકતા છે. હાઈવે પર સેકન્ડની પણ ભૂલ અને આખો ખેલ ખતમ!"
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
The post મોતને હાથતાળી! હાઈવે પર બે ટ્રક વચ્ચેથી ફિલ્મી સ્ટાઈલમાં ઓવરટેક કરતા ડ્રાઈવરનો ખતરનાક વીડિયો વાયરલ appeared first on Trishul News Gujarati.

