Trishul News Gujarati
Neighbor kills child Saharanpur: સહારનપુરના કોતવાલી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 મેના રોજ ગુમ થયેલા 14 વર્ષના અંશુમનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી (Neighbor kills child Saharanpur)નાખ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, અંશુમનની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેની માતાની 10 વર્ષ જૂની સહેલી પૂજાએ જ કરી છે. જૂની અદાવત અને પૈસાની લેવડદેવડના વિવાદમાં એક મહિલા આટલી હદે ક્રૂર બની શકે કે તેણે માસૂમ બાળકને નહેરમાં ધકેલીને મોતને ઘાટ ઉતારી દીધો.
પૈસાનો વિવાદ અને અપમાનનો બદલો
મૃતકના ભાઈ અનુરાગના જણાવ્યા અનુસાર, પૂજા છેલ્લા એક દાયકાથી પરિવારની ખૂબ નજીક હતી. જોકે, છેલ્લા દોઢ વર્ષથી એક દુકાનના પૈસાની લેવડદેવડને લઈને બંને પરિવારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ દરમિયાન થયેલી બોલાચાલી અને ગાળાગાળીને પૂજાએ પોતાનું અપમાન માન્યું હતું. આ અપમાનનો બદલો લેવા માટે તેણે માસૂમ અંશુમનને નિશાન બનાવ્યો અને તેને બહાના હેઠળ પોતાની એક્ટિવા પર બેસાડીને લઈ ગઈ હતી.
CCTV ફૂટેજથી ખુલી પોલ
પોલીસે અંશુમનની શોધખોળ માટે 50 થી વધુ CCTV કેમેરા તપાસ્યા હતા. જેમાં પૂજા કિશોરને પોતાની સ્કૂટી પર બેસાડીને જતી જોવા મળી હતી. ફૂટેજમાં તે હસનપુર ચુંગી અને ત્યારબાદ સરસાવા ટોલ ટેક્સ પસાર કરતી સ્પષ્ટ દેખાઈ હતી. શરૂઆતમાં પૂજાએ પોલીસને દેવબંદ અને શામલીની વાર્તાઓ કહીને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડક પૂછપરછ અને સર્વેલન્સના પુરાવા સામે તે ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલી લીધો.
17 કલાકનું રેસ્ક્યુ અને પરિવારનો આક્રોશ
આરોપી મહિલાની કબૂલાત બાદ, પોલીસે અંબાલા-સરસાવા રોડ પર આવેલી મોટી નહેરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 17 ગોતાખોરોની ટીમે 17 કલાકની ભારે જહેમત બાદ રવિવારે અંશુમનનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢ્યો હતો. દીકરાનો મૃતદેહ મળતા જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. રોષે ભરાયેલા પરિજનોએ આરોપી મહિલાને ફાંસીની સજા અથવા એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે. હાલ પોલીસે આરોપી પૂજાની ધરપકડ કરી તેને જેલના હવાલે કરી છે.

