Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પેટ્રોલ પંપ પર ભયાનક વિસ્ફોટ થતાં સહેજમાં અટક્યો: લગ્નપ્રસંગમાં જતી બેકાબૂ બસનો ડરામણો લાઈવ અકસ્માત કેમેરામાં કેદ

પેટ્રોલ પંપ પર ભયાનક વિસ્ફોટ થતાં સહેજમાં અટક્યો: લગ્નપ્રસંગમાં જતી બેકાબૂ બસનો ડરામણો લાઈવ અકસ્માત કેમેરામાં કેદ

Trishul news 1 week ago

Trishul News Gujarati

Kerala Bus Accident:કેરળના કૂથાટ્ટુકુલમ વિસ્તારમાં આવેલા કક્કૂર પાસે લગ્નપ્રસંગે જઈ રહેલા લોકો ભરેલી એક ટૂરિસ્ટ બસ અચાનક કાબૂ બહાર જઈ પલટી ગઈ હતી. બસ પલટી (Kerala Bus Accident)ખાઈને સીધી રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે બસ પેટ્રોલ પંપની ફ્યુઅલ મશીનો સાથે અથડાઈ નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત કૂથાટ્ટુકુલમ-પિરાવમ મુખ્ય માર્ગ પર થયો હતો. બસમાં આશરે 35 જેટલા લોકો સવાર હતા અને તેઓ લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. જોકે, બસના રૂટ અંગે અલગ-અલગ અહેવાલ સામે આવ્યા છે. કેટલાક અહેવાલોમાં બસ પિરાવમથી ઇલાંજી તરફ જઈ રહી હોવાનું જણાવાયું છે, જ્યારે કેટલાકમાં કલાડીથી ઇલાંજી જતી બસનો ઉલ્લેખ છે.

સ્કૂટર અચાનક વળતાં ડ્રાઇવરે બસ બચાવવાનો પ્રયાસ કર્યો
અકસ્મતની મુખ્ય ઘટનાક્રમ અંગે સામે આવેલી માહિતી મુજબ, બસની આગળ એક સ્કૂટર જઈ રહ્યું હતું. અચાનક સ્કૂટર ચાલકે કોઈ ઇન્ડિકેટર આપ્યા વગર અને પાછળથી આવતા વાહન તરફ જોયા વગર સ્કૂટરને જમણી તરફ વાળી દીધું હતું. બસ ડ્રાઇવર પાસે પ્રતિક્રિયા આપવા માટે બહુ ઓછો સમય હતો.

સ્કૂટરને ટક્કરથી બચાવવા માટે બસ ડ્રાઇવરે તાત્કાલિક જોરદાર બ્રેક લગાવી અને સ્ટિયરિંગ જમણી તરફ વાળી દીધું હતું. તે સમયે વરસાદને કારણે રસ્તો સંપૂર્ણપણે ભીનો હતો. જેના કારણે બસનું ટાયર લપસ્યું અને ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.

બસ પલટી ખાઈને પેટ્રોલ પંપમાં ઘૂસી
કાબૂ ગુમાવ્યા બાદ બસ રસ્તા પર પલટી ખાઈને ઘસડાતી-ઘસડાતી પેટ્રોલ પંપના પરિસરમાં ઘૂસી ગઈ હતી. પલટી દરમિયાન બસનો પાછળનો ભાગ સ્કૂટરને પણ હળવેથી અડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પેટ્રોલ પંપ પર પહેલેથી જ કોંક્રિટનો મજબૂત બેરિયર બનાવવામાં આવ્યો હતો. બસ આ બેરિયર સાથે અથડાઈને અટકી ગઈ હતી. આ બેરિયર ન હોત તો બસ સીધી પેટ્રોલ ભરાવવાની મશીનો અને ત્યાં ઉભેલી એક કાર સાથે અથડાઈ શકતી હતી. આવી સ્થિતિ સર્જાઈ હોત તો આગ અથવા મોટો વિસ્ફોટ થવાની ગંભીર શક્યતા હતી. અકસ્માત સમયે પેટ્રોલ પંપ પર હાજર અન્ય એક સ્કૂટરચાલક પણ સદનસીબે બચી ગયો હતો.

CCTVમાં કેદ થયો સમગ્ર અકસ્માત
આ સમગ્ર અકસ્માત પેટ્રોલ પંપના CCTV કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં સ્કૂટર અચાનક જમણી તરફ વળતું જોવા મળે છે. ત્યારબાદ બસ ડ્રાઇવર સ્કૂટરને બચાવવા માટે બ્રેક લગાવીને બસને જમણી તરફ વાળે છે અને થોડી જ ક્ષણોમાં બસ પલટી ખાઈને પેટ્રોલ પંપમાં ઘૂસી જાય છે. આ CCTV વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @contentkikamii નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

20થી 35 લોકો ઘાયલ થયાના અહેવાલ
અકસાનમાં બસમાં સવાર અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. વિવિધ અહેવાલોમાં ઘાયલોની સંખ્યા 20થી 35 વચ્ચે હોવાનું જણાવાયું છે. બસમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ સવાર હતા. અકસ્મત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇમરજન્સી સેવાઓ તથા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘાયલોને કૂથાટ્ટુકુલમની ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અનેક લોકોની હાલત સ્થિર, કોઈ જાનહાનિ નહીં
મળતી માહિતી મુજબ, મોટાભાગના ઘાયલોની હાલત હવે સ્થિર છે. જોકે, 3થી 4 લોકોને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હોવાનું જણાવાયું છે. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

ડ્રાઇવરના નિર્ણયની પ્રશંસા, સ્કૂટરચાલકની બેદરકારી પર સવાલ
CCTV વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અકસ્માતને લઈને ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો બસ ડ્રાઇવરની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેણે સ્કૂટરચાલકને બચાવવા માટે અંતિમ ક્ષણે જોખમી નિર્ણય લીધો હતો.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews