Trishul News Gujarati
Rajkot Drowning Accident:રાજકોટ પાસે આવેલા લોઠડા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં વરસાદના પાણીથી ભરેલા એક ખાડામાં નહાવા પડેલા બે નાના બાળકોનું ડૂબી જવાને કારણે કરુણ મોત નીપજ્યું છે. આ બનાવની માહિતી મળતાં જ આજીડેમ પોલીસે (Rajkot Drowning Accident)ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના શ્રમજીવી પરિવારના બે માસૂમ બાળકોના આ રીતે અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે શોક અને આક્રંદ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, લોઠડામાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના વતની ચંદ્રરોશન ગૌતમનો 5 વર્ષનો દીકરો હિતેશ અને ઓમકાર નિશાદની 5 વર્ષની દીકરી મનિષા અન્ય બાળકો સાથે ઘર નજીક રમી રહ્યા હતા. રમતાં-રમતાં આ માસૂમો નજીકમાં આવેલી જે.કે. ગ્રીનઝોન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભરાયેલા વરસાદી પાણીના ખાડા પાસે પહોંચ્યા હતા. પાણીમાં છબછબીયા કરવાની લ્હાયમાં હિતેશ અને મનિષા અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને સાથે રહેલી અન્ય એક બાળકીએ ગભરાઈને તાત્કાલિક દોડીને બંનેના પરિવારોને જાણ કરી હતી, જેથી તેઓ તુરંત ત્યાં પહોંચી ગયા હતા.
પરિવારજનોએ ભારે જહેમત બાદ બંને બાળકોને પાણીમાંથી બહાર તો કાઢ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ સંપૂર્ણપણે બેભાન થઈ ચૂક્યા હતા. તાબડતોબ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર અર્થે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ કમનસીબે ફરજ પર હાજર તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

