Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રવિવાર બન્યો ગોઝારો: જેતપુરમાં બસ-રિક્ષા-બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા યુવકનું મોત

રવિવાર બન્યો ગોઝારો: જેતપુરમાં બસ-રિક્ષા-બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા યુવકનું મોત

Trishul news 3 weeks ago

Trishul News Gujarati

Jetpur Triple Accident:રાજકોટના જેતપુર તાલુકાના ખારચિયા ગામ નજીક જેતપુર-બગસરા રોડ પર આજે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં (Jetpur Triple Accident) એક ખાનગી બસ, રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે રોડ પર અફરાતફરી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત બાદ રિક્ષા પલટી ગઈ હતી, જ્યારે બાઇકને ટક્કર માર્યા બાદ ખાનગી બસ રોડ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી.

ઘાયલોની વિગતો અને હોસ્પિટલ ખસેડવાની કામગીરી
સોમનાથથી જામનગર તરફ જઈ રહી રિક્ષામાં આશરે નવ લોકો સવાર હતા. આ અકસ્માતમાં રિક્ષા પલટી જવાથી પાંચ મુસાફરો અને બાઇકચાલક સહિત કુલ છ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાઇકચાલક યતીન ચંદુભાઈ સેંજલીયાને (ઉંમર 32 વર્ષ) વધુ ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવારાર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોની યાદી
સોનલબેન નટવરભાઈ ગોદરિયા (ઉંમર 50 વર્ષ)
રિતિક નટવરભાઈ ગોદરિયા (ઉંમર 15 વર્ષ)
શીતલ નટવરભાઈ ગોદરિયા (ઉંમર 21 વર્ષ)
ડિપાલી વિજયભાઈ ગોદરિયા (ઉંમર 14 વર્ષ)
ભાવનાબેન વિજયભાઈ ગોદરિયા (ઉંમર 50 વર્ષ)
યતીન ચંદુભાઈ સેંજલીયા (ઉંમર 32 વર્ષ - બાઇકચાલક)

પોલીસ તપાસ
ઘટનાની જાણ થતા જ જેતપુર તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરી અકસ્માત અંગેનો ગુનો નોંધીને આ બાબતે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews