Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રિયલ લાઈફ હીરો: ઢાળ પર પાછળ સરકતી કારને એક પથ્થરથી રોકી, નાનકડા બાળકે બચાવી અનેક જિંદગીઓ

રિયલ લાઈફ હીરો: ઢાળ પર પાછળ સરકતી કારને એક પથ્થરથી રોકી, નાનકડા બાળકે બચાવી અનેક જિંદગીઓ

Trishul news 2 weeks ago

Trishul News Gujarati

Brave Boy Viral Video:વરસાદની ઋતુ જોવામાં જેટલી સુંદર લાગે છે, તેટલી જ કેટલીકવાર ખતરનાક પણ બની જાય છે. ખાસ કરીને જ્યારે તમે પહાડ કે ઢાળવાળા રસ્તા પર હોવ. સહેજ ચૂક થઈ નથી કે પળવારમાં વાત વણસી જાય છે. પરંતુ કેટલીકવાર કોઈ એવું કામ (Brave Boy Viral Video) કરી જાય છે કે સૌનો જીવ બચી જાય છે. તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તેમાં એક નાનકડો બાળક હીરો બની ગયો. લોકો તેની સમજદારી જોઈને વખાણ કરતા થાકતા નથી.

વરસાદના કારણે રસ્તો સંપૂર્ણપણે ભીનો હતો. એકદમ ચીકણો અને લપસણો. એક કાર ઢાળ પર ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે ધીમે ધીમે પાછળ સરકવા લાગી. વિચારો, ઢાળ છે, પાછળ અન્ય વાહનો ઊભા છે, રસ્તા પર ટ્રાફિક પણ ચાલી રહ્યો છે. જો કાર સ્પીડ પકડી લેત તો ઘણો મોટો અકસ્માત સર્જાઈ શકત.

બાળકે કર્યું હીરો વાળું કામ

આસપાસ ઊભેલા લોકો જોઈ તો રહ્યા હતા, પરંતુ સૌ આઘાતમાં હતા. કોઈ તરત જ કંઈ કરી શક્યું નહીં. ત્યારે રસ્તાની બાજુમાં ઉભેલો એક બાળક આખું દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેણે એક સેકન્ડ પણ બગાડ્યા વિના દોડીને બાજુમાં પડેલો એક મોટો પથ્થર ઉઠાવ્યો, અને સીધો કારની પાછળ પહોંચી ગયો. ત્યારબાદ ફટાફટ તે પથ્થર કારના પાછળના ટાયરની પાછળ ટેકવી દીધો.

બસ, પથ્થર લાગતા જ કાર ત્યાં જ થંભી ગઈ. અને મોટો અકસ્માત થતો ટળી ગયો. વીડિયો જોનારા પણ એ જ વિચારી રહ્યા હતા કે જો તે બાળક બે મિનિટ પણ મોડો પડ્યો હોત, તો શું થઈ જાત! આ વીડિયો X પર @Siya_189o નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 41 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ આવી રહી છે.

એક વ્યક્તિએ કોમેન્ટ કરી કે નાના બાળકે તો મોટાઓને પણ પાછળ છોડી દીધા. બીજાએ લખ્યું કે યોગ્ય સમયે લેવાયેલો એક નાનકડો નિર્ણય કેટલું મોટું નુકસાન અટકાવી શકે છે, તે આજે જોવા મળ્યું. અન્ય એક યુઝરે લખ્યું કે ઘણીવાર સાચા હીરો આપણને રિયલ લાઈફમાં પણ જોવા મળી જાય છે. લોકો બાળકની હિંમત અને બુદ્ધિની પ્રશંસા કરી રહ્યા છે. આટલી નાની ઉંમરે ડર્યા કે ગભરાયા વિના તેણે પરિસ્થિતિને સમજી અને ત્વરિત પગલાં લીધા. ઘણા લોકો લખી રહ્યા છે કે તેણે માત્ર કાર નથી રોકી, પણ અનેક જિંદગીઓ બચાવી લીધી.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post રિયલ લાઈફ હીરો: ઢાળ પર પાછળ સરકતી કારને એક પથ્થરથી રોકી, નાનકડા બાળકે બચાવી અનેક જિંદગીઓ appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews