Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TVS મોટરને 2027માં મળશે નવા CEO: નિસાનના પૂર્વ ગ્લોબલ ચેરમેન પેમન કારગર સંભાળશે કમાન

TVS મોટરને 2027માં મળશે નવા CEO: નિસાનના પૂર્વ ગ્લોબલ ચેરમેન પેમન કારગર સંભાળશે કમાન

Trishul news 1 week ago

Trishul News Gujarati

TVS Motor Share: TVS મોટર કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં લગભગ 29 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીના શેરનું આ પ્રદર્શન ખાસ એટલા માટે છે કે આ જ સમયગાળા (TVS Motor Share)દરમિયાન શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સનું પ્રદર્શન નેગેટિવ રહ્યું છે. એટલે કે બજારમાં ઘટાડો હોવા છતાં TVS મોટરના શેરે મજબૂત વળતર આપીને રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.

31 ઓગસ્ટે પણ શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી, પરંતુ TVS મોટરના શેરમાં તેજી રહી હતી. કંપનીનો શેર 0.41 ટકા વધીને ₹4,322 પર બંધ થયો હતો. તેની સામે નિફ્ટી 0.39 ટકા એટલે કે 95 પોઈન્ટ ઘટીને 24,080 પર અને સેન્સેક્સ 0.40 ટકા એટલે કે 307 પોઈન્ટ ઘટીને 76,957 પર બંધ થયો હતો.

કંપનીમાં 2027માં મોટો લીડરશિપ બદલાવ
TVS મોટરમાં આવતા વર્ષે નેતૃત્વ સ્તરે મોટો ફેરફાર થવાનો છે. કંપનીએ પેમન કારગરને નવા ડિરેક્ટર અને CEO તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 27 જાન્યુઆરી, 2027થી આ જવાબદારી સંભાળશે અને વર્તમાન CEO કે. એન. રાધાકૃષ્ણનનું સ્થાન લેશે.

આ બદલાવ છતાં જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરાએ TVS મોટર પર પોતાની 'Buy' રેટિંગ જાળવી રાખી છે. શેરબજારમાં 'Buy Rating'નો અર્થ એ થાય છે કે બ્રોકરેજ અથવા એનાલિસ્ટને કંપનીના શેરમાં આગળ વધવાની સંભાવના દેખાય છે અને તે રોકાણકારોને શેર ખરીદવાની ભલામણ કરે છે.

રાધાકૃષ્ણનનો કાર્યકાળ તબક્કાવાર પૂર્ણ થશે
કે. એન. રાધાકૃષ્ણન જાન્યુઆરી 2027ના અંત સુધી TVS મોટરના CEO તરીકે પોતાની જવાબદારી નિભાવતા રહેશે. ત્યારબાદ તેઓ જુલાઈ 2027માં યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) સુધી કંપનીમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રહેશે.

આ રીતે TVS મોટરમાં નેતૃત્વ પરિવર્તન અચાનક નહીં પરંતુ તબક્કાવાર રીતે કરવામાં આવશે. નવા CEOની એન્ટ્રી બાદ બજારની નજર હવે એ વાત પર રહેશે કે કંપનીની હાલની વ્યૂહરચનામાં કેટલો ફેરફાર થાય છે અને નવા મેનેજમેન્ટ હેઠળ કંપની કયા ક્ષેત્રો પર વધુ ભાર મૂકે છે.

કોણ છે પેમન કારગર?
પેમન કારગરે એપ્રિલ 2025માં TVS મોટરના પ્રેસિડેન્ટ-ઇન્ટરનેશનલ બિઝનેસ તરીકે કંપની સાથે જોડાયા હતા. તેમને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી વધુનો આંતરરાષ્ટ્રીય અનુભવ છે.

તેમણે યુરોપ, એશિયા અને મિડલ ઈસ્ટ સહિત અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બજારોમાં કામ કર્યું છે. TVS મોટરમાં જોડાતા પહેલાં તેઓ જાપાની ઓટોમોબાઇલ કંપની નિસાન મોટરના લક્ઝરી વ્હીકલ બ્રાન્ડ 'ઇન્ફિનિટી'ના ગ્લોબલ ચેરમેન અને પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે.

તેમના આંતરરાષ્ટ્રીય અને પ્રીમિયમ ઓટોમોબાઇલ સેગમેન્ટના અનુભવને જોતા, નવા CEO તરીકે તેમના કાર્યકાળમાં TVS મોટરના પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને ઇન્ટરનેશનલ બિઝનેસ પર વધુ ફોકસ જોવા મળી શકે છે.

રાધાકૃષ્ણનના નેતૃત્વમાં કંપનીએ નોંધાવી મજબૂત વૃદ્ધિ
કે. એન. રાધાકૃષ્ણને વર્ષ 2004માં TVS મોટર સાથે પોતાની સફર શરૂ કરી હતી. વર્ષ 2008માં તેઓ કંપનીના પ્રેસિડેન્ટ બન્યા અને 2018માં તેમને ડિરેક્ટર તથા CEOની જવાબદારી સોંપવામાં આવી.

તેમના નેતૃત્વ હેઠળ TVS મોટરે આવક અને નફામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. કંપનીની આવકનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) આશરે 16 ટકા, જ્યારે ટેક્સ બાદના નફાનો CAGR લગભગ 30 ટકા રહ્યો છે.

આ સમયગાળા દરમિયાન કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ મોટો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2008માં TVS મોટરનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ₹8.3 અબજ હતું, જે ઓગસ્ટ 2026 સુધીમાં વધીને લગભગ ₹2.10 લાખ કરોડ થયું છે.

સ્કૂટરથી લઈને ઇલેક્ટ્રિક અને પ્રીમિયમ સેગમેન્ટ સુધી ફોકસ
TVS મોટર સ્કૂટર, મોટરસાઇકલ અને થ્રી-વ્હીલર સહિતના વાહનોનું ઉત્પાદન કરે છે. કંપનીએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં પણ પોતાની હાજરી મજબૂત બનાવી છે.

હવે નવા CEO પેમન કારગર સામે સૌથી મોટો પડકાર કંપનીની હાલની વૃદ્ધિને આગળ વધારવાનો રહેશે. સાથે જ ઇન્ટરનેશનલ માર્કેટ અને પ્રીમિયમ સેગમેન્ટમાં TVS મોટરની સ્થિતિ વધુ મજબૂત કરવી પણ તેમના માટે મહત્વપૂર્ણ રહેશે.

નોમુરાના મતે, નવા નેતૃત્વ હેઠળ પ્રીમિયમ અને ગ્લોબલ બિઝનેસ કંપનીની વ્યૂહરચનામાં વધુ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પેમન કારગર પાસે લક્ઝરી અને ગ્લોબલ ઓટોમોબાઇલ બ્રાન્ડ્સ સાથે કામ કરવાનો અનુભવ હોવાથી હવે બજાર એ જોવામાં રસ ધરાવશે કે તેઓ આ અનુભવનો ઉપયોગ TVS મોટરના પ્રીમિયમ પોર્ટફોલિયો અને આંતરરાષ્ટ્રીય બિઝનેસને આગળ વધારવા માટે કેવી રીતે કરે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews