તોરલ કવિદેશભરમાં હાલ કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. દિલ્હીથી લઈને ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં હવે ગરમીથી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ભારતના હવામાન સેટેલાઇટ INSAT-3DSએ અંતરિક્ષમાંથી 2500 કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા વિશાળ વાદળોને કૅપ્ચર કર્યું છે.
સેટેલાઇટ તસવીરોમાં દેખાયા અનેક વાદળ INSAT-3DS દ્વારા લેવામાં આવેલી થર્મલ ઇન્ફ્રારેડ તસવીરોમાં ઉત્તર અને મધ્ય ભારત ઉપર વિશાળ વાદળોનું ગઠન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ સિસ્ટમ પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારતથી શરૂ થઈને પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને મધ્ય ભારતના વિસ્તારોમાંથી પસાર થઈ પૂર્વ ભારત અને બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે. હવામાન નિષ્ણાતો અનુસાર આ વાદળો પશ્ચિમ વિક્ષોભ (Western Disturbance) અને અરેબિયન સાગર તથા બંગાળની ખાડીમાંથી આવતી ભેજના કારણે બન્યા છે.
કેમ ખતરનાક માનવામાં આવી રહી છે આ સિસ્ટમ?સેટેલાઇટ તસવીરોમાં દેખાતા તેજસ્વી સફેદ વિસ્તારો વાદળોના ખૂબ ઠંડા ટોપ લેવલ દર્શાવે છે. આ સામાન્ય રીતે ભારે વરસાદ, વીજળીના કડાકા, આંધીઓ અને ક્યાંક ક્યાંક કરા પડવાની સંભાવનાનો સંકેત આપે છે. ઉત્તરી પાકિસ્તાન અને જમ્નુ અને કાશ્મીર ઉપર ચક્રવાતી ગતિ પણ જોવા મળી રહી છે, જેને પશ્ચિમ વિક્ષોભ સાથે જોડવામાં આવી રહી છે.
આ રાજ્યોમાં વરસાદનું એલર્ટહવામાન વિભાગે આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમાં ખાસ કરીને: • દિલ્હી-એનસીઆર • ઉત્તર પ્રદેશ • મધ્ય પ્રદેશ • રાજસ્થાન • હરિયાણાસાથે સાથે પહાડી વિસ્તારો જેવા કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગરમીમાંથી મળશે રાહતછેલ્લા ઘણા દિવસોથી ઉત્તર ભારત ભીષણ ગરમી અને લૂની ઝપેટમાં હતું. હવે આ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તાપમાનમાં ઘટાડો થવાની અને લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે. જોકે હવામાન વિભાગે લોકોને આંધીઓ અને ભારે વરસાદ દરમિયાન સાવચેત રહેવાની સલાહ પણ આપી છે.

